સુરતઃમોર્નિગમાં મહિલાઓના સોનાના દોરા લૂંટતી ટોળકી આખરે પોલીસને હાથ લાગી

News18 Gujarati | Pradesh18
Updated: October 6, 2016, 3:11 PM IST
સુરતઃમોર્નિગમાં મહિલાઓના સોનાના દોરા લૂંટતી ટોળકી આખરે પોલીસને હાથ લાગી
સુરતઃ વહેલી સવારે વોકીંગ માટે કે પુજાપાઠ માટે અને શાકભાજી કે દુધ લેવા જતી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગ કરતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી લાખોની મત્તાની ચેઈન કબ્જે કરી હતી. તો પોલીસની પુછપરછમાં બન્નેએ શહેરના વિવિધ વિસ્તારમાં હાથ માર્યો હોવાનું તેમજ મહારાષ્ટ્રમાં પણ ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝપાયા હોવાની કબુલાત કરી હતી.

  • Pradesh18
  • Last Updated: October 6, 2016, 3:11 PM IST
  • Share this:
સુરતઃ વહેલી સવારે વોકીંગ માટે કે પુજાપાઠ માટે અને શાકભાજી કે દુધ લેવા જતી મહિલાઓને ટાર્ગેટ કરી ચેઈન સ્નેચીંગ કરતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી લાખોની મત્તાની ચેઈન કબ્જે કરી હતી. તો પોલીસની પુછપરછમાં બન્નેએ શહેરના વિવિધ વિસ્તારમાં હાથ માર્યો હોવાનું તેમજ મહારાષ્ટ્રમાં પણ ચેઈન સ્નેચીંગના ગુનામાં ઝપાયા હોવાની કબુલાત કરી હતી.

પોલીસે બાતમીના આધારે લિંબાયતના આસપાસ કુબેર નગર પાસે વોચ ગોઠવી ત્યાંથી વગર નંબર પ્લેટની મોટર સાઈકલ પર નીકળેલા યુવકોને અટકાવ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા તેઓએ જળગાંવના ચાલીસગાવ તાલુકાના વતની અને સુરતમાં ડિંડોલી સાંઈ વિલા સોસાયટીમા રહેતા વિજય પાટીલ અને સમાધાન કોળી હોવાનું જણાવ્યું હતું. તો પોલીસે બન્નેની કડક પુછપરછ કરતા તેઓએ કેટલાક સમયથી ચેઈન સ્નેચીંગ કરતા હોવાની કબુલાત કરી હતી.

બન્ને વહેલી સવારે નંબર પ્લેટ વગરની મોટર સાઈકલ લઈ નીકળી જતા હતા અને સવારના સમયે જ્યારે લોકોની અવર જવર ઓછી હોય તેવા સમયે મોર્નિંગ વોક, શાકભાજી ખીરદવા, પૂજાપાઠ માટે નીકલેલી મહિલાઓનો અછોડો તોડી ફરાર થઈ જતા હતા તેવી કબુલાત કરી હતી.સુરતમાં અડાજણ, લિંબાયત, ડિંડોલી, ઉમરા, પુણા, ઉધના, ખટોદરા, પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં ચેઈન સ્નેચીંગની કબુલાત કરી છે. તો પોલીસે હાલ ત્રણ ગુના ડિટેક્ટ કર્યા છે.
First published: October 6, 2016, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading