Home /News /gujarat /

સુરત : રાજભા ગઢવી અને અલ્પા પટેલના ડાયરામાં લોકોએ હુરિયો બોલાવ્યો

સુરત : રાજભા ગઢવી અને અલ્પા પટેલના ડાયરામાં લોકોએ હુરિયો બોલાવ્યો

ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં મનપસંદ ગીતો માટે લોકો હુરિયો બોલાવ્યો હતો.

સુરતના સરથાણા વિસ્તારમાં ગત રાત્રે ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં નોટોનો વરસાદના સાથે મસ્તીએ ચડેલા મનપસંદ ગીતો માટે હુરિયો બોલાવ્યો હતો

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં ગત રાત્રે યોજાયેલા ડાયારામાં નોટોનો વરસાદ થયો હતો. લોક સંગીતના કલાકાર રાજભા ગઢવી અને ગાયિકા અલ્પા પટેલના ડાયરામાં લોકોએ નોટોની સાથે તકિયા ઉછાળ્યા હતા. લોકોએ ઘોર કરીને પૈસાનો વરસાદ કર્યો હતો જ્યારે પોતાના મનગમતા ગીતોની ફરમાઇશ પુરી ન થતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને તકિયા ઉછાળ્યા હતા.

    ડાયરામાં ઘોર કરવાની પ્રથા છે, જેને શખાવત કહેવાય છે, આ પ્રથા મુજબ સેવા કાર્ય માટે યોજાતા ડાયરાના માધ્યમથી અનુદાન એકત્રિત કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં તમામ ડાયરામાં પૈસાનો વરસાદ થતો હોય છે, ત્યારે ગત રાત્રે સુરતમાં યોજાયેલા ડાયરામાં પણ લોકોએ મન મકૂીને પૈસા ઉડાવ્યા હતા.

    આ પણ વાંચો :  રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન , 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

    સુરતના સરથાણા વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થે ડાયરો યોજાયો હતો. ડાયરામાં આવેલી શખાવતની રકમથી ગૌશાળા બાંધવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રકારે લોકોએ હુરિયો બોલાવ્યો ત્યારબાદ વાતાવરણ ગરમાયું હતું જોકે, આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Alpa patel, Cash, Dayaro, Rajbha Gadhavi, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन