સુરતના નામી બિલ્ડરે ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ પણ મળી આવી

સુરતના નામી બિલ્ડરે ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ પણ મળી આવી
સુરતના નામી બિલ્ડરે ફાર્મ હાઉસમાં આત્મહત્યા કરી, સ્યૂસાઇડ નોટ પણ મળી આવી

કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા હતા

 • Share this:
  કેતન પટેલ, બારડોલી : સુરતના બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલ પોતાના ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકાનાં છોડવળી ગામના રતિલાલ નાથાભાઈ પાનસુરીયા (ઉ.વર્ષ 57) બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા છે. પ્રોજેકટને લઈને લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ હતી. પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા.  આ પણ વાંચો - જો તમારી પાસે આ રાજ્યનું રેશન કાર્ડ છે તો મળશે 4000 રૂપિયા, કરોડો લોકોના ખાતામાં આવશે આ મહિને પૈસા

  શુક્રવારે સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલા ફાર્મ હાઉસના રસોડામાં લગાવેલા પંખા સાથે નાયલૉનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

  કામરેજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે. જોકે પોલીસ દ્વારા સ્યૂસાઈડ નોટના લખાણ અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.
  Published by:Ashish Goyal
  First published:May 08, 2021, 16:14 pm

  ટૉપ ન્યૂઝ