Home /News /gujarat /સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સુરતમાં જે રીતે 27 બેઠકો પર વિજય થયા બાદ આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ભાજપ પાર્ટીના કાર્યકર્તા વચ્ચે સીધી રીતે યુદ્ધ ચાલી રહ્યું છે
સુરત : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સુરતમાં જે રીતે 27 બેઠકો પર વિજય થયા બાદ આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ભાજપ પાર્ટીના કાર્યકર્તા વચ્ચે સીધી રીતે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને લઈને આજે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે પહોંચી હંગામો મચાવ્યો હતો. હંગામો મચાવતાની સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બે યુવકોને ઝડપી પોલીસને હવાલે કર્યો છે.
સુરતમાં આપ પાર્ટી જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે ત્યાર બાદ સુરતના જ આ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સીધી રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે બાથ ભીડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં સપડાયા છે જેથી ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે. બીજી બાજૂ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ શબ્દો બોલવાને લઈને કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયા રહે છે ત્યાં પહોંચી જઈ હંગામો મચાવ્યો હતો. જોકે ગોપાલ ઇટાલિયા ઘરે ન હોવાથી કાર્યકર્તાઓએ પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી. ખાનગી ગાડીમાં આવેલા પાર્ટીના પ્રદેશ પ્રમુખના સૌથી નજીકના કહેવાતા કાર્યકર્તાઓ છે. જેમાં અમિત આહીર અને વિકાસ ભાઈનો હાથ હોવાનું સામે આવતા પોલીસે ત્યાં આવેલા કેટલાક કાર્યકર્તાઓએ અટકાયત કરી છે. અમિત આહીર એરપોર્ટ પરથી મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. સમગ્ર મામલે બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
" isDesktop="true" id="1110738" >
જે રીતે આપ અને ભાજપ ચૂંટણીમાં આમને-સામને થયા છે. તેમના કાર્યકર્તાઓ હવે રસ્તા ઉપર ઉતરી ગયા છે. આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.