બીલીમોરાના લંપટ સાધુની કામલીલા વાયરલ, 3 વર્ષમાં 22 યુવતીઓ સાથે રંગરલીયા

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરત

  થોડા દિવસ પહેલા જ બીલીમોરાના દેસરાના લંપટ તાંત્રિકના રંગરલીયા મનાવતા વીડિયો વાયરલ થયા હતા, ત્યારબાદ પોલીસે તેને દબોચી રિમાન્ડ મેળવ્યા હતા, સમગ્ર મામલે પોલીસ તપાસમાં તાંત્રિકની એક પછી એક પોલી ખુલી રહી છે, સાપુતારાની હોટેલમાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે લંપટ તાંત્રિક 22 યુવતીઓને અહીં લાવ્યો હતો. પોલીસે તાંત્રિકે ઉપયોગમાં લીધેલી રૂપિયા 11 લાખની કિંમતની 3 કાર અને મોબાઈલ કબ્જે કર્યા છે.

  શું છે સમગ્ર મામલો ?

  પ્રાપ્ત વિગત પ્રમાણે બીલીમોરા પંથકના ચકચારી પ્રકરણ એવા શૈલેષ નાયકા (શૈલો બાપુ) દેસરા ખાતે તેના નિવાસસ્થાને અંધશ્રદ્ધાની દુકાન ચલાવતો હતો. આ બાપુ વાકચાતુર્યથી તેની પાસે પોતાના દુઃખડા લઈ આવતી યુવતીઓને મોહજાળમાં ફસાવતો અને કામવાસના સંતોષતો હતો. આ ગોરખધંધાની વીડિયો ક્લિપ ઉતારી તે પછીથી આ સ્ત્રીઓને ધમકાવી વારંવાર તેમની સાથે પાપાચાર આચરતો હતો. આ શૈલા બાપુની અંતરંગ પળોની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે ઘટના બાદ પોલીસે આ લંપટ શૈલેષ નાયકાને ઝડપી લીધો હતો. જેના પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

  આ ઘટનામાં વીડિયો વાયરલ કરનાર બાપુનો મિત્ર આકાશ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે. તેણે જ શૈલેષ પાસે પાંચ લાખની માંગણી કરતા તેની માંગણી નહીં સંતોષાતા તેને શૈલેષની અંતરંગ પળોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા.

  રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં શૈલેષ નાયકા સાપુતારામાં એક હોટેલમાં વર્ષ 2016, 2017 અને 2018માં હોટેલના રજીસ્ટરમાં તેની અલગ અલગ એન્ટ્રી સાથે હોટેલમાં 22 વખતની હાજરીના પુરાવા પોલીસે એકત્ર કર્યા હતા. અને દરેક વખતે તે તેની સાથે આવેલી સ્ત્રીઓને પોતાની પત્ની હોવાનો દાવો કરી હોટેલમાં પ્રવેશ મેળવતો હતો. તેની સાથે આવનાર મહિલાને મોઢું ઢાંકી લઈ જતો હતો.

  રિમાન્ડ દરમિયાન શૈલેષ નાયકા જે ગાડીઓમાં આ મહિલાઓને ફોસલાવી લઈ જતો તે ત્રણ ગાડીઓ (1)(જીજે.21એએચ 2089) સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4 લાખ, (2) (જીજે.15.સીજી.4400) સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 4 લાખ, (3) મહિન્દ્રા પિકઅપ ગાડી (જીજે.21ડબ્લ્યુ 2461) કિંમત રૂ.3 લાખ મળી ત્રણે ગાડી કુલ્લે કિંમત રૂ.11 લાખ કબ્જે કરી હતી. તેમજ તેનો મોબાઈલ નંગ એક કિંમત રૂ. 5 હજાર પણ કબ્જે લઈ એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન શૈલેષ નાયકાના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તેને નવસારી સબજેલ મોકલી દીધો હતો.
  Published by:Sanjay Vaghela
  First published: