સુરતઃપોલીસની ઓળખ આપી કારમાં બેસાડી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.58લાખની લૂંટ

સુરતઃસુરતના પૂણા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. કારમાંથી ઉતારી લૂંટારૂઓએ અંજામ આપ્યો હતો. પૂણા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના નામે ચેકિંગ ચાલતુ હોવાનું કહી કારમાં બેસાડી લૂંટને અંજામ અપાયો હતો.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સુરતઃસુરતના પૂણા વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. કારમાંથી ઉતારી લૂંટારૂઓએ અંજામ આપ્યો હતો. પૂણા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના નામે ચેકિંગ ચાલતુ હોવાનું કહી કારમાં બેસાડી લૂંટને અંજામ અપાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેશ સોમા આંગડીયા પેઢીના કર્મચારી રોકડ રૂ. 58 લાખની રકમ લઇ જતા હતા  ત્યારે કારમાં આવેલા લૂટારૂઓએ 2 આંગડીયા કર્મચારીને પોતે એલસીબીના માણસો હોવાનું કહી કારમાં બેસાડી લઇ ગયા હતા. ખડસદ ગામમાં ઉતારી દઈ કાર ચાલકો ફરાર થઈ ગયા હતાં.

જયપુરથી ખાનગી બસમાં સુરેશ સોમા આંગડીયા પેઢીના બે કર્મચારીઓ સુરત આવ્યા હતા અને પુણા આઇમાતા ચોક ખાતે તેઓ ખાનગી બસમાંથી નીચે ઉતર્યા કે તરત  સ્વીફ્ટ ડીઝાયર કારમાં ચારેક વ્યક્તિઓ ધસી આવ્યા હતા અને આંગડીયા પેઢીના બન્ને કર્મચારીઓને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા.

First published: