કિર્તેશ પટેલ, સુરત : રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝુંબેશના ભાગરૂપે નાગરિકોની ફરિયાદના આધારે ACB સપાટો બોલાવી રહી છે. દરમિયાન સુરતમાં જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ જયંતી પટેલે સામે ફરજ દરમિયાન ભ્રષ્ટાચારા આચર્યો હોવાની ફરિયાદ ACB મળી હતી. અધિકારીના ઘરે ACB ત્રાટકતાં આવક કરતાં 59 ટકા વધારે સંપત્તિ મળી આવી હતી. પટેલના ઘરમાંથી ACBને રૂ. 56.50 લાખની બિનહિસાબી આવક મળી આવી હતી.
ભ્રષ્ટ જયંતીએ વિદેશમાં ભણતાં પુત્રે ઓન પેપર કોન્ટ્રાક્ટર બનાવી અને સરકારી તિજોરીમાંથી લૂપિયા દોઢ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. એન્ટિ-કરપ્શન બ્યૂરોના મદદનીશ નિયામક નીરવસિંહે ગોહિલે આ મામલે પત્રકારોને જણાવ્યું હતું કે જયંતી પટેલ સામે ભ્રષ્ટાચાર મામલે ઘણી ગંભીર ફરિયાગો મળી હતી. આ મામલે કરાયેલા સર્ચ ઓપરેશનમાં તેમના ઘરેથી 56,50,000 રૂપિયાની બિનહિસાબી રોકડ મળી આવી હતી.
આ પણ વાંચો : નવી મુંબઈના ONGC પ્લાન્ટમાં ભીષણ આગ, ચાર લોકોનાં મોત, અનેક ફસાયા હોવાની આશંકા
પુત્ર USમાં છતાં ઓન પેપર નિગમનો કોન્ટ્રાક્ટર
ACBની તપાસમાં બહાર આવ્યું હતું કે જયંતી પટેલનો પુત્ર વિદેશમાં અભ્યાસ કરે છે. જોકે, વિદેશમાં અભ્યાસ કરતો હોવા છતાં તે ઓન પેપર નિગમનો કોન્ટ્રાક્ટર હતો. પટેલે પુત્રા ખાતામાં દોઢ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી ટ્રાન્સફર કરી દીધા હતા. પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત એ.સી.બી તેના રહેણાંક છોટાઉદેપુરમાં ગુનો નોંધ્યો છે. જયંતી પટેલ અને પરિવારના નામે રૂ. 2.80 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ મામલે પત્નીની ભૂમિકા સક્રિય હોવાના કારણે તેમને પણ સહઆરોપી બનાવવામાં આવ્યા છે.
પત્નીનો વ્યવસાય ઘરકામ છતાં વાહનોના માલિક
પટેલના પત્ની નંદાબેનનો વ્યવસાય ઘરકામ હોવા છતાં તેમના નામે જમીન, મકાન, પ્લોટ, ટ્રેક્ટર જેસીબી મશીન વગેરે મિલકતો મળી આવી હતા. જોકે, આ મામલે તેમની પૂછપરછ કરાતાં તેમણે સંતોષકારક જવાબ આપ્યાં નહોતા.