Home /News /gujarat /

સુરત: આમ આદમી પાર્ટી દ્વારા ACBની ઓફિસની બહાર દેખાવો

સુરત: આમ આદમી પાર્ટી દ્વારા ACBની ઓફિસની બહાર દેખાવો

સુરત એપીએમસીમાં થયેલ કથિત 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં કોર્ટના આદેશ બાદ એન્ટી કરપ્સન બ્યુરોમાં એપીએમસીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરત એપીએમસીમાં થયેલ કથિત 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં કોર્ટના આદેશ બાદ એન્ટી કરપ્સન બ્યુરોમાં એપીએમસીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

  • Pradesh18
  • Last Updated :
સુરત# સુરત એપીએમસીમાં થયેલ કથિત 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારમાં કોર્ટના આદેશ બાદ એન્ટી કરપ્સન બ્યુરોમાં એપીએમસીના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

3

જો કે, લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ એપીએમસીના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં ના આવતા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ એસીબી ની ઓફિસની બહાર દેખાવો કાર્યા હતા અને ઝડપી તપાસ થાય તે બાબતે અધિકારીને આવેદન પત્ર આપ્યું હતુ.

ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ અને સુરત એપીએમસીના ચેરમેન રમણ જાની, એપીએમસીના અન્ય ડિરેક્ટર સહીત કુલ 23 લોકો સામે કોર્ટ ના આદેશ બાદ એસીબી માં કથિત ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં બીજેપી અને કોંગ્રેસના સહકારી હોદ્દેદારો પણ સામેલ છે, માટે આપ દ્વારા બીજેપી વત્તા કોંગ્રેસ બરાબર ચોર નેતા, એવું લખેલ પોસ્ટર બનાવી એસીબીની ઓફિસની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા અને ભ્રષ્ટ નેતાઓને જલ્દી ઝડપી પાડવા માટે એસીબીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતુ.

સાથે આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, ફરિયાદ નોંધાયાને આટલો સમય વીતી ગયો હોવા છતાં નેતાઓ સામે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી?
First published:

Tags: આમ આદમી પાર્ટી, આવેદનપત્ર, એસીબી, દેખાવો, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन