સુરત : છઠ પૂજા દરમિયાન બમરોલીના તળાવમાં ચાર યુવકો ડૂબ્યાં, એકનું મોત

News18 Gujarati
Updated: November 3, 2019, 7:58 AM IST
સુરત : છઠ પૂજા દરમિયાન બમરોલીના તળાવમાં ચાર યુવકો ડૂબ્યાં, એકનું મોત
પ્રતિકાત્મક તસવીર

પૂજા બાદ ચારેય યુવાન તળાવમાં નાહવા પડ્યા હતા જોકે, સ્થાનિક લોકો એ બચાવીને સારવાર માટે ખસેડ્યા હતા

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (surat) ગઈ કાલે બિહાર સમાજ (Bihar samaj) દ્વારા છઠ પૂજાનું (chath Puja) આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં બમરોલી ગામ ખાતે આવેલ તળાવમાં પૂજા બાદ નાહવા પડેલ ચાર કિશોર ડૂબી ગયા હતા. જોકે, ફાયર વિભાગ આવે પહેલાં જ ચારેય કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન એક કિશોર નું મોત થયું હતું.

ગતરોજ બિહારના રહીશો તેમનો સૌથી મોટો ઉત્સવ એટલેકે છઠ પૂજા ધામધૂમથી ઉજવાયો હતો, ત્યારે આ ઉત્સવ માટે બમરોલી ગામ ખાતે આવેલ તળાવ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે બમરોલી તળાવ ખાતે પરિવાર સાથે છઠ પૂજા કરવા માટે ગયેલા ચાર કિશોર પૂજા બાદ પરિવાર સાથે તળાવના પાણીમાં ન્હાવા પડતાં અચાનક હાથ છૂટી ગયો હતો અને જોતજોતામાં ચારેય કિશોર તળાવના ઉંડા પાણીમાં ડૂબવા માંડ્યા હતા. આ ઘટના સમયે પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોએ બુમાબુમ કરી મૂકી હતી.

આ પણ વાંચો : સરકારનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવની ખરીદી 15 નવેમ્બર સુધી મોકૂફ

ઘટનાની જાણકારી ફાયર વિભાગ ને આપવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ ચારેય કિશોરને બહાર કાઢ્યા હતા. બહાર કાઢતાની સાથે જ હેમખેમ બચી ગયેલા બે કિશોર ત્યાંથી રવાના થઈ ગયા હતા. જ્યારે બેભાન થયેલા બે કિશોર વિકાસ વિરેન્દ્ર યાદવ(ઉં.વ.16)અને દિપક પ્રકાશ ચોપારી(ઉ.વ.17)ને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હૉસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિકાસ યાદવને મૃત જાહેર કર્યો હતો. જ્યારે દિપકને સારવાર માટે દાખલ કરાયો હતો. આ ઘટનાના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું.
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर