સુરતમાં PM મોદીના જન્મદિને વિદ્યાર્થીઓ-શિક્ષકોએ મહામૃત્યુંજય મંત્રના 1.51 લાખ જાપ કર્યા

News18 Gujarati
Updated: September 17, 2019, 2:45 PM IST
સુરતમાં PM મોદીના જન્મદિને વિદ્યાર્થીઓ-શિક્ષકોએ મહામૃત્યુંજય મંત્રના 1.51 લાખ જાપ કર્યા
વિદ્યાર્થીઓએ બનાવેલા 21,111 ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું પણ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

સુરતની (Surat) આશાદિપ ગ્રુપ ઑફ સ્કૂલ્સ (Ashadeep Group school) દ્વારા સવારે સાતથી સાંજે 7 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસની ઉજ‌વણીના ભાગરૂપે આશાદિપ ગૃપ ઓફ સ્કૂલ્સ (Ashadeep Group school) દ્વારા વડા પ્રધાન મોદીના જન્મદિન અંતર્ગત ( Birthday of PM Modi) 'પ્રયાસ; કાર્યક્રમ અંતર્ગત સવારે 7 કલાકથી સાંજે 7 કલાક સુધી વિવિધ આઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 30,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ દઅને શિક્ષકો દ્વારા મહામૃત્યુંજય મંત્રના 1.51 લાખ જાપ કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન ના શાસન દરમિયાન અનેક ઉપયોગી યોજનાઓ અમલી કરવામાં આવી છે અને લોકોને આ યોજનાઓનો લાભ મળવા લાગ્યો છે. આ અંગેની લોક જાગૃતિના અભિયાનરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને શાળા દ્વારા આઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આ‌વ્યું છે. જઆ કાર્યક્રમમાં 30હજારથી વઘુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 1.51 લાખ મહામૃત્યુંજન મંત્ર જાપ કરશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ બનાવેલા 21,111 ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં ‌આ‌‌વશે.

આ પણ વાંચો :  PM મોદીએ નર્મદા ડેમ પર કહ્યું, 'સરદાર સાહેબનું સ્વપ્ન તેમની આંખો સામે પૂર્ણ થયું'

આ ઉપરાંત સેવા ઍનર્જી કેમ્પેઇન, બાળ‌કોની મનની વાત, 1001 શિક્ષકો અને 6,900 વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ લેખન દ્વારા પોતાના વિચારની રજુઆત, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ, ખિચડી વિતરણ કાર્યક્રમ અને શિક્ષકો દ્વારા સફાઇ અભિયાન કરવામાં આવશે.

 
First published: September 17, 2019
વધુ વાંચો
अगली ख़बर