સુરત : 13 વર્ષના ભવ્ય પટેલનું પ્રશંસનીય કામ, બાળકનું કામ જાણીને તમે પણ સલામ કરશો

સુરત : 13 વર્ષના ભવ્ય પટેલનું પ્રશંસનીય કામ, બાળકનું કામ જાણીને તમે પણ સલામ કરશો
સુરત : 13 વર્ષના ભવ્ય પટેલનું પ્રશંસનીય કામ, બાળકનું કામ જાણીને તમે પણ સલામ કરશો

ભવ્યની આ મ્યુઝિક થેરાપીથી દર્દીઓમાં ઉર્જાનો સ્ત્રોત ફેલાયો હતો. એટલું જ નહી ભવ્યના તાલે અહી દર્દીઓ તેઓનું દર્દ ભૂલીને મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા

  • Share this:
સુરત : કોરોના કહેર વચ્ચે દર્દીઓને માનસિક તણાવમાંથી મુક્તિ કરવા માટે 13 વર્ષીય બાળકે એક અનોખું બીડું ઉપાડ્યું છે. આ બાળક કોરોનાના આઈસોલેશન સેન્ટરમાં સંગીત પ્રોગ્રામ યોજીને દર્દીઓના માનસિક દર્દને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ બાળક સાથે દર્દીઓ અનેક ગીતો પર ઝુમી ઉઠે છે. તબલા અને બેન્ડની સાથે સાથે ભજન અને ગીતો પર આ બાળકે દર્દીઓને ઝુમાવ્યા હતા.

સુરતના અડાજણમાં વિસ્તારમાં રહેતા 13 વર્ષીય ભવ્ય પટેલે કોરોનાના દર્દીઓ માટે સરાહનીય કાર્ય કર્યું છે. આ નાના બાળકનું કામ જાણીને તમે પણ સલામ કરશો. સુરતના યોગીચોક ખાતે આવેલા સરદાર ફાર્મમાં આઈસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં આ બાળક પર્ફોમન્સ કરી દર્દીઓને માનસિક તણાવમાંથી મુક્ત કર્યા હતા. પીપીઈ કીટ સાથે બાળક આઈસોલેશન સેન્ટરમાં આવ્યો હતો અને તેણે મ્યુઝિક થેરાપી થકી દર્દીઓનો જોશ બમણો કર્યો હતો.આ પણ વાંચો - કોરોનાની સારવારમાં DRDOની દવા 2-DGને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી, આવા છે ફાયદા

દર્દીઓ માનસિક તણાવમાંથી મુક્ત થાય તે માટે વિવિધ એક્ટીવિટી કરાવવામાં આવી રહી છે. જેમાં આ બાળક પોતાની કળા થકી સહયોગ આપી રહ્યો છે. તેણે દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી હતી. તેણે તબલા અને બેન્ડ સાથે ભજન અને ગીતો પર દર્દીઓને ઝુમાવ્યા હતા. ભવ્ય પટેલે સૌ પ્રથમ અહી માતાજીની આરતી કરી હતી અને બાદમાં તેણે તબલાના તાલથી દર્દીઓને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. ભવ્યની આ મ્યુઝિક થેરાપીથી દર્દીઓમાં ઉર્જાનો સ્ત્રોત ફેલાયો હતો. એટલું જ નહી ભવ્યના તાલે અહી દર્દીઓ તેઓનું દર્દ ભૂલીને મનમુકીને ગરબે પણ ઘૂમ્યા હતા. આ બાળકનો ઉત્સાહ જોઈ લોકો પણ ખુશખુશાલ થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આજકાલ બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને માતા-પિતા પોતાના બાળકને ઘરમાં જ સેફ રાખવાનું જ માની રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે આ બાળકી કામગીરી ખરેખર સરાહનીય છે.
Published by:Ashish Goyal
First published:May 08, 2021, 20:05 pm

ટૉપ ન્યૂઝ