જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે વાપરેલા અશોભનીય શબ્દ સામે સુઓમોટો ફરિયાદ

News18 Gujarati
Updated: April 9, 2019, 5:28 PM IST
જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે વાપરેલા અશોભનીય શબ્દ સામે સુઓમોટો ફરિયાદ
જીતુ વાઘાણીએ ફરી કોંગ્રેસ માટે અશોભનીય શબ્દ વાપર્યો

ચૂંટણી નજીક આવતાં રાજકીય નેતાઓ દ્વારા બેફામ નિવેદનો આપવામાં આપવામાં આવી રહ્યાં છે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: ચૂંટણી નજીક આવતાં રાજકીય નેતાઓ દ્વારા બેફામ નિવેદનો આપવામાં આપવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, નેતાઓ જાહેરસભામાં પ્રજા સામે અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરી રહ્યાં છે. આવામાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો છે. જે અંગે ECએ ગંભીર નોંધ લીધી છે. ECએ સુઓમોટો ફરિયાદ દાખલ કરી છે. સાથે જ જીતુ વાઘાણીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાબતે ચૂંટણી પંચ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ સોમવારે કોંગ્રેસ માટે વાપયેલા શબ્દો આજે ફરી દોહરાવ્યા છે. જીતુ વાઘાણીએ જાહેર મંચ પરથી કોંગ્રેસ માટે આવા અશોભનીય શબ્દ વાપર્યા હતા. સાથે જ તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: UPSCમાં ગુજરાતમાં પ્રથમ આવનાર કાર્તિકે કોઇ ક્લાસીસ વગર જાતે જ કરી હતી તૈયારી

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાષ્ટ્રમાં રહીને રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓને ભાજપ ક્યારેય સાંખી નહીં લે. પછી તે કોઇપણ ધર્મસંપ્રદાયનો હોય. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસના મંત્રી મોહમ્મદ સુરતી જે દેશદ્રોહીની ગાડીમાંથી હથિયારો પકડાયા હોય તેની પાર્ટીને મત હોય ખરા? તેમણે કહ્યું કે, કોંગ્રેસ અલગ રીતે લઇને વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવી રહી છે.
First published: April 9, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading