સુમુલ ડેરીના અઢી લાખ સભાસદો, સાડા ચાર હજાર કરોડનો વહીવટ મેળવવા ભાજપના 2 જૂથ સામસામે


Updated: July 29, 2020, 8:41 AM IST
સુમુલ ડેરીના અઢી લાખ સભાસદો, સાડા ચાર હજાર કરોડનો વહીવટ મેળવવા ભાજપના 2 જૂથ સામસામે
સુમુલ ડેરી (ફાઈલ ફોટો)

હાઇકમાન્ડ અને સહકારી આગેવાનોનાં અનેક પ્રયાસો પછી પણ કોઇ યોગ્ય સમાધાન નહીં આવતા, બંને જુથો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે.

  • Share this:
સુમુલ ડેરીમાં પાઠક જુથ અને સહકાર જુથ વચ્ચે જોવા મળી રહેલી વર્ચસ્વની લડાઇમાં હાઇકમાન્ડ અને સહકારી આગેવાનોનાં અનેક પ્રયાસો પછી પણ કોઇ યોગ્ય સમાધાન નહીં આવતા, બંને જુથો વચ્ચે હવે ચૂંટણી જંગ ખેલાશે. આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે માત્ર ઉમરપાડા બેઠક ઉપરથી મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશના  હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા, તેઓ બીનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. જયારે અગાઉ પલસાણા બેઠક ઉપરથી જીલ્લા ભાજપના મહામંત્રી ભરતસિંહ સોલંકી બીન હરીફ બન્યા હતા. જેથી હવે સુમુલની નિયામકોની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 14 બેઠકો ઉપર 31 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મહત્તમ ઉમેદવારો ભાજપના અગ્રણીઓ, અને વિવિધ હોદ્દો ભોગવી રહ્યા હોય, ચૂંટણી ભાજપ વિરૂદ્ધ ભાજપ બનીને રહી ગઇ છે. આ ઉપરાંત માંડવી, મહુવા, અને ડોલવણ બેઠક ઉપર ત્રણ-ત્રણ ઉમેદવારો હોય, આગામી સાત ઓગષ્ટના રોજ મતદાન થનાર છે.

અઢી લાખ સભાસદો અને સાડા ચાર હજાર કરોડના વહીવટ ઉપર કબ્જો મેળવવા માટે ભાજપના બે જૂથો વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહેલી ખેંચતાણમાં ભાજપનું હાઇકમાન્ડ પણ સમાધાન કરાવવામાં નિષ્ફળ પુરવાર થયું છે. સુમુલના 16 નિયામકો માટેની જાહેર થયેલી ચૂંટણીમાં અગાઉ પલસાણા બેઠક ઉપર માત્ર જીલ્લા ભાજપના ખજાનચી ભરતસિંહ સોલંકી સિવાય એકપણ ઉમેદવાર નોંધાયા ન હોવાથી બેઠક બીનહરીફ રહી હતી. જયારે આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમરપાડા બેઠકના ઉમેદવાર અને કેબીનેટ મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશ  સામે ઉમેદવારી કરનાર વંસત વસાવા, અને રાજેન્દ્ર વસાવાએ ફોર્મ પરત ખેંચી લેતા રિતેશ વસાવા બિન હરીફ થઇ ગયા છે. આ સાથે જ મંત્રી ગણપત વસાવા હાલ પોતાનું ધાર્યુ કરાવવાની દીશામાં આગળ વધી રહ્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

આ ઉપરાંત આજે કુલ 8 જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેને પગલે હવે જે કુલ 16 બેઠકો ઉપર 33 ઉમેદવારો છે. જે પૈકી બે બેઠક બિન હરીફ થઇ ગઇ હોવાથી, 14 બેઠકો ઉપરથી 31 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં 11 બેઠકો એવી છે કે, જેમાં સહકાર વિરૂધ્ધ પાઠક જૂથની સીધી રસાકસી જોવા મળશે.

આ પણ વાંચો - રેમડેસિવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો, જાણો કેસની તમામ માહિતી

માંડવી, મહુવા અને ડોલવણમાં ત્રિ-પાંખીયો જંગ

સુમુલ ડેરીનાં 16 બેઠકોની ચૂંટણીમાં પલસાણા અને ઉમરપાડાની બેઠકો બિનહરીફ થઇ જતા અન્ય 14 બેઠકો ઉપરથી હવે સહકાર અને પાઠક જુથ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, તે નક્કી થઇ ગયુ છે. જોકે, તેમાં પણ માંડવીમાં સહકાર જુથના રમણભાઇ ગામીત અને પાઠક જુથના રેસાભાઇ ચૌધરી, ઉપરાંત અપક્ષ તરીકે શંકર ચૌધરી પણ ઉમેદવાર છે. આ ઉપરાંત સહકાર પેનલના એ.પી સેન્ટર સમાન મહુવા બેઠક ઉપરથી સહકારના માનસિંહ પટેલ સામે પાઠક જુથનાં જીગર નાયક મેદાનમાં છે અને દિનેશ પટેલ પણ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.આ પણ જુઓ -

આ ઉપરાંત ડોલવણ બેઠક ઉપરથી સહકાર પેનલનાં શૈલેષ પટેલ અને પાઠક જુથનાં નવીન પટેલ મેદાનમાં છે, અને તેમની સાથે યજ્ઞેશ ગામીત અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આમ જોવા જઇએ તો પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીમાં મહુવા, માંડવી અને ડોલવણ બેઠકમાં ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે. આગામી સાત ઓગષ્ટના રોજ મતદાનમાં બધાનું પાણી મપાઇ જશે.

આ પણ વાંચો- રિયાએ સુશાંતને આપ્યો હતો દવાનો ઓવરડોઝ, પિતાએ એક્ટ્રેસ પર લગાવ્યા 5 ચોંકાવનારા આરોપ
Published by: Kaushal Pancholi
First published: July 29, 2020, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading