ભરત પટેલ, વલસાડ : વલસાડના છરવાડા ગામની 22 વર્ષીય યુવતીની બેંગ્લોરમાં ઘાતકી હત્યા થઈ છે. યુવતી બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ગઈ હતી અને તેની હત્યાની જાણ થતા પરિવારને પાંચ દિવસે લાશ મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વલસાડ તાલુકાના છરવાડા ગામની રહેવાસી અને હાલમાં ધરાસણા રોડ પર ડુંગરી નહેરની બાજુમાં રહેતા હર્ષદભાઈ ઈશ્વરભાઈ પટેલના ત્રણ સંતાનો છે, જે પૈકી સૌથી મોટી પૂત્રી વૃતિ પટેલ માસ્ટર્સ ઑફ એન્જિનિયરીંગની સ્ટડી કરવા માટે બેંગ્લોર ગઈ હતી. આ દરમિયાન છ દિવસ પહેલાં તેની લાશ મળી આવી હતી. બેંગ્લોર પોલીસને યુવતીને હત્યાની જાણ થતા તેમણે પરિવારજનોને જાણ કરી હતી.
વૃત્તિ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટન થયા હબદા તેના મૃતદેહને બેંગ્લોરથી મુંબઈ લાવવામાં આવ્યો હતો. જોકે, હત્યાના પાંચ દિવસ બાદ લાશ મળતા યુવતીની હત્યા અંગે રહસ્ય ઘેરૂ બન્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર