વલસાડ: કૂંડા ચોર શ્રીમંત મહિલા ચર્ચાનું કેન્દ્ર બની, VIDEO વાયરલ

News18 Gujarati
Updated: January 20, 2018, 8:35 PM IST
વલસાડ: કૂંડા ચોર શ્રીમંત મહિલા ચર્ચાનું કેન્દ્ર બની, VIDEO વાયરલ
સીસી ટીવીમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે કૂંડા ચોરતી મહિલા શ્રીમંત પરિવારની જણાઈ રહી છે...

સીસી ટીવીમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે કૂંડા ચોરતી મહિલા શ્રીમંત પરિવારની જણાઈ રહી છે...

  • Share this:
વલસાડ માં થયેલી એક અજીબ ચોરી અત્યારે શહેર માં ચર્ચા નો વિષય બની છે. શહેરમાંથી લાખો રૂપિયા કે કીંમતી વસ્તુની ચોરી નહીં, પરંતુ આપને પણ જાણીને નવાઈ લાગશે કે, શહેરની એક દુકાન બહાર રાખેલા ફૂલ છોડના કૂંડાની ચોરી થઈ છે. કૂંડા ચોરીના દ્રશ્યો સીસી ટીવીમાં કેદ થઈ જતા કૂંડા ચોરીની આ ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે.

ઘટનાની વિગતે વાત કરીયે તો, વલસાડના તિથલરોડ પર આવેલી એક એલેક્ટ્રોનિકની દુકાનની બહાર વિવિધ પ્રકારના ફૂલ છોડના કૂંડા લગાવીને શુશોભિત કરવામાં આવ્યું છે. જોકે, દુકાન બહાર લગાવેલા આ આકર્ષક ફૂલછોડ પર એક મહિલાની દાનત બગાડી અને રાતના અંધકારમાં કૂંડા ચોરીને અંજામ આપ્યો. જોકે મહિલા દ્વારા કૂંડા ચોરવાની આ ઘટનાના દ્રશ્યો દુકાન બહાર લગાવેલાં સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. સવારે દુકાનદાર એ દુકાન ખોલતી વખતે કૂંડા ની ચોરી થઈ હોવા નું ધ્યાને આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

સીસી ટીવીમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે કૂંડા ચોરતી મહિલા શ્રીમંત પરિવારની જણાઈ રહી છે. જે કૂંડા ચોરતા પહેલાં મોબાઇલમાં કઈ ચેક કરીને પસંદગીના કૂંડા અને ફૂલછોડ નિજ ચોરી કરતી હોવાનું જણાઈ રહ્યું છે. જોકે કૂંડા ચોરીની આ ઘટના મામૂલી ગણીને દુકાનદારે આ મામલાની પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. પરંતુ શ્રીમંત પરિવારની મહિલાની કૂંડા ચોરતી હોવાના સીસી ટીવી ફૂટેજનો વિડિયો વાઇરલ થતાં કૂંડા ચોરીની ઘટના અત્યારે શહેરમાં ચર્ચાનું કેંદ્ર બની છે.
First published: January 20, 2018, 8:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading