દમણમાં સાવકા પિતાએ 15 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

પ્રતિકાત્કમ તસવીર

દમણમાં 15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી છે. સગીરા સાવકા પિતાના ત્રાસથી મુંબઇ ભાગી ગઈ હતી.

 • Share this:
  દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં વધતી હોય એમ દિવસેને દિવસે દુષ્કર્મની (Rape) ઘટનાઓ બની રહી છે. હદ તો ત્યારે થાય છે જ્યારે પિતા પુત્રીના સંબંધોને કલંક પહોંચાડે એવી ઘટનાઓ બનીતી રહે છે. સાવકા બાપે (father rape) પુત્રી ઉપર દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષે છે.

  આવી જ એક ઘટના કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં (Daman) બની છે. જ્યાં એક બાપે પોતાની સંબંધોનું ખૂન કરીને પોતાની 15 વર્ષીય દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને આ દુષ્કર્મથી સગીરા ગર્ભવતી પણ બની હતી. આ અગે દમણ પોલીસને જાણ થતાં પોલીસે (Police) પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કામગીરી હાથધરી છે. આ ઉપરાંત દમણમાં સિક્યુરિટી ગાર્ડે ખાનગી કંપનીમાં પરિણીતાને (woman rape) મોબાઈલ અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

  આ પણ વાંચોઃ-તમિલનાડુમાં દેવામાં દબાયેલા બે પરિવારોના નવ લોકોની આત્મહત્યા

  મળતી માહિતી પ્રમાણે દમણમાં દુષ્કર્મની બે ઘટનાઓ સામે આવી છે. દમણમાં 15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસે ધરપકડ કરી છે. સગીરા સાવકા પિતાના ત્રાસથી મુંબઇ ભાગી ગઈ હતી. મુંબઇ પોલીસે સમાજકલ્યાણ સંસ્થાની મદદથી સગીરાનું પગેરું મેળવી મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને 3 માસનો ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યું હતુ.

  આ પણ વાંચોઃ-બેડરૂમ સાથે અટેચ બાથરૂમથી થાય છે અનેક નુકસાન, અપનાવો આ ઉપાય

  છેલ્લા ઘણા સમયથી સાવકો પિતા સગીરા પર દુષ્કર્મ આચરતો હતો. બીજી તરફ સિક્યુરિટી ગાર્ડે એક ખાનગી કંપનીમાં પરિણીતા પર મોબાઈલ આપવાના બહાને દુષ્કર્મ આચરી ફરાર થયો હતો. જે આરોપીની પણ દમણ પોલીસે ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-અમેરિકા જવા ઇચ્છુક લોકો આ મહત્વના સમાચાર ધ્યાનથી વાંચો

  ઉલ્લેખનીય છે કે, આ બંને ઘટનાઓમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી છે. તાજેતરમાં હૈદરાબાદમાં ડૉક્ટર યુવતી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમાવી દીધો હતો. જોકે, પોલીસે આ ઘટનાના ચાર આરોપીઓને કથિત એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. જોકે, પોલીસની આ કામગીરી બાદ સમગ્ર દેશમાં ઉજવણી થઈ હતી. જ્યારે બીજી તરફ પોલીસની કામગીરી ઉપર સવાલો પણ ઊભા થયા હતા.
  Published by:ankit patel
  First published: