વાપીઃ ધો.10 વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી માટે અપનાવ્યો નવો નુસખો, સુપરવાઇઝર ચોંકી ગયા

News18 Gujarati
Updated: March 10, 2019, 9:52 AM IST
વાપીઃ ધો.10 વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી માટે અપનાવ્યો નવો નુસખો, સુપરવાઇઝર ચોંકી ગયા
પ્રતિકાત્મક તસવીર

વલસાડ જિલ્લામાં શનિવારે ધો.10ના વિજ્ઞાન ટેકનોલોજી વિષયના પેપરમાં ગેરરીતિના બે કેસ નોંધાયા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં શનિવારે ધો.10ના વિજ્ઞાન ટેકનોલોજી વિષયના પેપરમાં ગેરરીતિના બે કેસ નોંધાયા હતા. જેમાં બોર્ડની પરીક્ષામાં અત્યંત આધુનિક રીરેત એક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાતા સુપરવાઇઝર અચંબામાં પડી ગયા હતા. વાપીની આર.જી.એસ. સ્કૂલમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીએ હાથમાં પહેરેલી ડિજિટલ વોચમાં ગાઇડમાંથી પાડેલા ફોટાઓ સ્ટોર કરીને પરીક્ષામાં કોપી કરવાનો કીમિયો શોધ્યો હતો. આ ઉપરાંત સરીગામની કે.ડી.બી. હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થી કાપલીમાંથી કોપી કરતા સુપરવાઇઝરના હાથે જ પકડાયો હતો.

મળતી વિગતો મુજબ એસ.એસ.સીના વિજ્ઞાન ટેક્નોલોજીના પેપરમાં શનિવારે વાપીની આર.જી.એસ. સ્કૂલમાં એક વિદ્યાર્થી વારંવાર હાથના કાંડા ઉપર પહેરેલી ઘડિયાળમાં નજર નાંખતો હતો. તેથી સુપરવાઇઝરે શંકાને આધારે તપાસતા વિદ્યાર્થીએ હાથમાં ડિઝિટલ વોચ પહેરેલી હતી. આ આધુનિક વોચમાં વિજ્ઞાન ટેક્નોલોજી વિષયની ગાઇડના ફોટા મળી આવ્યા હતા. સુપરવાઇઝરે પરીક્ષાર્થીની પૂછપરછ કરતા તેણે ઘડિયાળમાં ગાઇડના પોટા પોતે સેવ કર્યાનું પણ જણાવ્યું હતું. વિદ્યાર્થીની તરકીબ જોઇ સુપરવાઇઝ ખુદ અચંબામાં પડી ગયા હતા.

આ પણ વાંચોઃ-'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'

પરીક્ષા દરમિયાન ઘડિયાળમાં સ્ટોર કરેલા ગાઇડના પાનામાં જોઇને કોપી કરી રહ્યો હોવાનું જણાતા સુપરવાઇઝરે વિદ્યાર્થીને ઉઠાડી મુક્યો હતો.એટલું જ નહીં તો ગેરરીતિ કરવા બદલ વિદ્યાર્થી વિરુદ્ધ વાપી પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લામાં શનિવારે ધો.10ની પરીક્ષામાં કુલ નોંધાયેલા 38.497 પૈકી 37.526 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો.12 વિજ્ઞાનપ્રવાહના રસાયણ વિજ્ઞાનના પેપરમાં કુલ નોંધાયેલા 9084 પૈકી 8916 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 168 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાનના પેપરમાં કુલ નોંધાયેલા 2423 પૈકી 2386 વિદ્યાર્થીઓ હાજર જ્યારે 37 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
First published: March 10, 2019, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading