લુપ્ત થઈ રહેલી જાદુની કળાને સરકારનો મરણતોલ ફટકો

News18 Gujarati
Updated: August 29, 2019, 3:28 PM IST
લુપ્ત થઈ રહેલી જાદુની કળાને સરકારનો મરણતોલ ફટકો
નવસારીમાં જાદુગરોએ આવેદન પાઠવ્યું

રાજ્ય સરકાર દ્વારા જાદુગરો માટે શાળામાં જાદુના ખેલ પ્રદર્શિત ન કરવા અંગેનો પ્રતિબંધ ફરમાવતો ફતવો જાહેર કરાયો છે. જેને લઈ બેકાર બનેલા જાદુગરો હવે સરકાર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે.

  • Share this:
રાજન રાજપુત, નવસારીઃ લુપ્ત થઈ રહેલી જાદુની કળાને સરકારે મરણતોલ ફટકા સમાન રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં જાદુનો ખેલ કરવા અંગે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેને પગલે રાજ્યના નાના મોટા પાંચ હજાર જેટલા જાદુના કસબી ઓને અસર પોહચી છે. તેમની આજીવિકા ઉપર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે. સરકારના પરિપત્રથી હતાશ થયેલા દક્ષિણ ગુજરાતના જાદુગરોએ નવસારી ખાતે એકત્ર થઈ વિરોધ પરિપત્ર અંગે નોંધાવ્યો છે.

એક તરફ જાદુની કળા લુપ્ત થઈ રહી છે. તો બીજી તરફ રાજ્યના પાંચ હજાર જેટલા જાદુગરો શાળાઓમાં સંચાલકોની મંજૂરી મેળવી નાના પાયે જાદુના ખેલનું આયોજન કરી આજીવિકા મેળવતા હતા. રાજ્ય સરકારના પરિપત્રથી હવે જાદુગરોની આજીવિકા છીનવાઈ ગઈ છે.બેકાર બનેલા જાદુગરોએ હવે સરકાર સામે મોરચો માંડ્યો છે અને જો સરકાર પરિપત્ર બાબતે યોગ્ય નિર્ણય ન કરે તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

અહીં ક્લિક કરી વાંચોઃ જૂનાગઢ : '0001' નંબરની એન્ડેવરનો કચ્ચરઘાણ, યુવાવયે પાંચનો 'સૂર્યાસ્ત'

સરકાર પરિપત્રથી રોષે ભરાયેલા જાદુગરો ભારે વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા સન્માનિત થયેલા જાદુગરો હવે રાજકીય સન્માન પરત કરવાની સ્થિતિ બની હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.

સરકારના પરિપત્રનો વિરોધ કરી રહેલા દક્ષિણ ગુજરાતના જાદુગરોએ એકત્ર થઈ મુખ્યમંત્રીને ઉદ્દેશી નવસારી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માંગ કરી હતી.
First published: August 29, 2019, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading