સુરત : સુરતમાં (Surat)વિદ્યાર્થિનીના આપઘાતની (Suicide in Surat)ઘટના સામે આવી છે. પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આપઘાત (Suicide)કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે. પાંડેસરામાં 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને કરી લીધો હતો. પ્રેમી (Lover)લગ્ન માટે દબાણ કરતો હોવાનો મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે. દીકરીના આપઘાત બાદ તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ (Police)આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની પર પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. મૃતક વિદ્યાર્થિની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું.
વિદ્યાર્થિની એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી યુવતીએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્નીએ આ વાત વિદ્યાર્થિનીના પિતાને કરતા તેમણે અભ્યાસ પર ધ્યાન આપવા જ પ્રેમથી સમજાવી હતી .ટ્યુશન ગયેલી વિદ્યાર્થિની ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.
યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો દેખાયો હતો.
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પડોશમાં રહેતા સોનુ અને શંભુ નામના શખ્સોએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને પરપ્રાંતીય મહિલાની હત્યા કરી છે. મહિલાને લોખંડનો સળીયો માથાના ભાગે ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં સોનું અને શંભુ સહિત ચાર જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર