ન્યૂઝ 18 ગુજરાતી : પોતાની જ સાધક સાથે દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા સહિત અન્ય ગુનામાં આસારામ પુત્ર નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. નારાયણ સાંઈને કોર્ટે કસૂરવાર ઠેરવતા આગામી 30મી એપ્રિલે સજાનું એલાન કરવાની જાહેરાત કરી છે. નારાયણ સાંઈ સહિત પાંચ વ્યક્તિને કોર્ટે દોષિત કસૂરવાર ઠેરવ્યા છે. સુરતના જહાંગીપુરામાં આવેલા આશ્રમમાં સાધિકા સાથે આચરેલા દુષ્કર્મના મામલે દોષિત થયેલા નારાયણ સાંઈના નીચલી અદાલતના ચુકાદાને આસારામ આશ્રમની પ્રવક્તાએ ઉપલી અદાલતામાં પડકારવાની જાહેરાત કરી છે.
આસારામ આશ્રમની પ્રવક્તા નિલમ દૂબેએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું, “ અમે અદાલતના ચુકાદાને સન્માન આપીએ છીએ પરંતુ અમારા બાપુ નિર્દોષ છે. નીચલી અદાલતનો ચુકાદો અંતિમ ચુકાદો નથી હોતો ન્યાય પ્રણાલીમાં અમને ઉપલી અદાલતમાં ચુકાદો પડકારવાની છૂટ છે. અમે ઘણાં કેસમાં જોયું છે કે હાઇકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં આખો કેસ જ ફરી જાય છે. બની શકે છે કે અમે મજબૂતાઈથી પુરાવાઓ રાખી શક્યા નહીં હોય તેથી નીચલી અદાલતનો ચુકાદો અમારી તરફેણમાં આવ્યો નથી પરંતુ અમે આ ચુકાદાનો અભ્યાસ કરી તેને ઉપલી અદાલતમાં પડકારીશું.”
નારાયણ સાંઈના સાધિકા મીરા બહેને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે જે લોકો ખૂન કરે બળાત્કાર કરે તેને નિર્દોષ છોડી દો પરંતુ જે લોકોએ કંઈજ કર્યુ નથી તેને તમે નિર્દોષ છોડી.”
સાધક દિલીપ ભાઈ જણાવ્યું કે અમે 30 વર્ષથી નારાયણ સાંઈ અને બાપુ સાથે જોડાયેલા છે તે અમે કંઈ એવું જોયું નથી. અમે નાના માણસો છે કઈ કરી શકીએ નહીં અમારા બાપુ પર ષડયંત્ર થયું છે.
આ ચુકાદા બાદ અમદાવાદ આસારામ આશ્રમમાં સંન્નાટો છવાઈ ગયો હતો. સુરતમાં પિતા પુત્ર આ કેસમાં દોષિત ઠર્યા છે. આ કેસમાં અનેક સાક્ષીઓની હત્યા થઈ હતી અને અનેક સાક્ષીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. આસારામ અને નારાયણ સાંઈએ આ કેસમાં અનેક હથકંડાઓ અજમાવ્યા હતા તેમ છતાં કોર્ટે અંતે તેને દોષિત જાહેર કર્યા છે .
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર