Home /News /gujarat /

Gujarat Farmer: ઘઉંની નિકાસ પર લાગવાયેલ પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતના નારાજ ખેડૂત સમાજે પીએમ મોદીને લખ્યો પત્ર

Gujarat Farmer: ઘઉંની નિકાસ પર લાગવાયેલ પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતના નારાજ ખેડૂત સમાજે પીએમ મોદીને લખ્યો પત્ર

Surat News: ઘઉંનો એમએસપી કવીંટલ દીઠ 3000 રૂપિયા કરવાની માંગ. ડીઝલ પર 50% સબસીડી, ખેત વપરાશના સાધનો પર જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરાઈ છે.

Surat News: ઘઉંનો એમએસપી કવીંટલ દીઠ 3000 રૂપિયા કરવાની માંગ. ડીઝલ પર 50% સબસીડી, ખેત વપરાશના સાધનો પર જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરાઈ છે.

સુરત : કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ઘઉંના (Wheat Export) નિકાસ ઉપર કરવામાં આવેલા પ્રતિબંધને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂત (Gujarat Farmers) સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે લીધેલા એક નિર્ણયને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થાય એવી પરિસ્થિતિ ઉભી થશે તેવું ખેડૂતોને માનવું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસને લઈને કરવામાં આવેલી જાહેરાતને પરત ખેંચી લે તેવી માંગ સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા પીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કરવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા માટેની વાતો કરે છે. બીજી તરફ ખેડૂતોના આર્થિક હિતોને નુકસાન થાય તે પ્રકારના નિર્ણયો લઇ રહ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. સરકારના ખેડૂતની વાતો અને બીજી તરફ નિકાસ ઉપર કરવામાં આવેલા પ્રતિબંધના નિર્ણય સાથે સહમત  નથી.

પત્ર


ખેડૂતો માની રહ્યા છે કે, વધતી જતી મોંઘવારી, વધતા જતા ડિઝલના ભાવ અને ખેતી કરવા માટે જરૂરી એવા બિયારણ, ખાતર, દવા, મજુરીના ભાવો વધવાથી ખેતી ખર્ચાળ બનતી જાય છે. એવા સંજોગોમાં સરકાર દ્વારા ઘઉની નિકાસ પર પ્રતિબંધ અંગેની જાહેરાતના નિર્ણયના કારણે ઘઉં ઉત્પાદન કરતા ખેડુતોને નુકશાન થશે.

આ પણ વાંચો:  મધ્યગુજરાતમાં ગોળા પડવાનું રહસ્ય ઘેરાયુ! હવે પોઇચામાં પડ્યો અવકાશી પદાર્થ

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ઘઉંના નિકાસ ઉપર પ્રતિબંધનો નિર્ણય પરત લેવો જોઈએ. ઘઉંનો એમએસપી ભાવ ૩૦૦૦/- પ્રતિ કિવટલ કરવામાં કરવાની જાહેરાત કરવી જોઈએ. ખેત વપરાશ માટેના ડિઝલ પર 50% સબસીડી આપવામાં આવે તથા તમામ રસાયણિક ખાતરના ભાવ 1 માર્ચ 2004ના સમયે હતો તે મુજબના ભાવે ખેડૂતોને આપવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી પહેલા નરેશ પટેલનું કદ વેતરવાનો પ્રયાસ?

ખેત વપરાશના તમામ સાધાનો પર જી.એસ.ટી નાબુદ કરવામાં કરવામાં આવે . જેથી કરીને ખેડૂતોને રાહત થાય. ખેત વપરાશ માટે 24 ક્લાક વિજળી આપવામાં આવે, કૃષિપંચની રચના કરવામાં આવે, કૃષિનું બજેટ અલગ ફાળવી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આવી કેટલીક મહત્વની માંગોને સરકારે પૂરી કરવી જોઈએ.

જોકે દક્ષિણ ગુજરાત સમાજ દ્વારા દેશના વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે અને કરેલી જાહેરાત પરત ખેંચવા માંગે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન લીધી છે અને સાથે સાથે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો આગામી દિવસમાં મામલે આંદોલન કરવાની ચિમકી પણ ખેડૂત સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: ખેડૂત, ગુજરાત, સુરત

આગામી સમાચાર