બુલેટ ટ્રેનને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂત આક્રમક મૂડમાં, જાપાની કંપની સામે જાપાન કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી

બુલેટ ટ્રેનને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂત આક્રમક મૂડમાં, જાપાની કંપની સામે જાપાન કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી
પ્રતિકાત્મક તસવીર

બુલેટ ટ્રેન મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે હવે ખેડૂત સમાજે નવી રણનીતિ અપનાવી

  • Share this:
સુરત : બુલેટ ટ્રેન મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે હવે ખેડૂત સમાજે નવી રણનીતિ અપનાવી છે. ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણીઓએ બુલેટ ટ્રેન કંપની જીકા સામે જાપાન કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. ખેડૂત સમાજ ભૂમિ અધિગ્રહણ નીતિથી ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.

કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે સૌથી મોટા સમાચાર સુરતથી સામે આવ્યા છે. યોગ્ય વળતર ન મળવાના કારણે હવે પોતાના અધિકાર માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતો જીકા કંપની વિરુદ્ધ જાપાનની કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના નવા પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો જમીન અધિગ્રહણ નીતિથી સંતુષ્ટ નથી. વર્તમાનમાં જમીન અધિગ્રહણનું કાર્ય માત્ર 40 ટકા જ પૂરું થયું છે.એનએચએસઆરસીની અધિગ્રહણ નીતિમાં ગુજરાત મહારાષ્ટ્ર માટે નિયમો અલગ અલગ છે.આ પણ વાંચો - અયોધ્યામાં હોસ્પિટલ બનાવશે સુન્ની વક્ફ બોર્ડ, સીએમ યોગી આદિત્યનાથને આપશે શિલાન્યાસનું આમંત્રણ

હાલ ખેડૂતો સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂત સમાજે જણાવ્યું છે કે હાલ કંપનીના કેટલાક અધિકારીઓ તેમના સંપર્કમાં પણ છે અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવનાર સમયમાં ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરાશે. ખેડૂત સમાજ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અમે બુલેટ ટ્રેનના વિરોધી નથી પરંતુ ખેડૂત સમાજ ખેડૂતોનું અહિત ક્યારેય નહી જોઈ શકે.
Published by:Ashish Goyal
First published:August 08, 2020, 17:23 pm

ટૉપ ન્યૂઝ