સુરત : 'સંબંધ નહીં રાખ તો અંગત પળોના વીડિયો viral કરીશ', પૂર્વ પ્રેમિકાને ધમકી આપનાર માજી કોર્પોરેટરના પૂત્રની ધરપકડ


Updated: May 9, 2020, 11:02 AM IST
સુરત : 'સંબંધ નહીં રાખ તો અંગત પળોના વીડિયો viral કરીશ', પૂર્વ પ્રેમિકાને ધમકી આપનાર માજી કોર્પોરેટરના પૂત્રની ધરપકડ
યુવતીની ફરિયાદ મુજબ આરોપી ધવલપ પટેલે કારમાં માણેલી અંગત પળોનો video તેના પરિવારને મોકલી આપવાની ધમકી આપી હતી.

સુરતના અમરોલી વિસ્તારના પૂર્વ કોર્પોરેટર વિજય પટેલના પૂત્ર પર ગંભીર ફરિયાદ, પૂર્વ પ્રેમિકા સાથે ગરબા ક્લાસિસમાં બંધાયો હતો પ્રેમ સંબંધ

  • Share this:
સુરત : સુરતના (Surat)ના સીટી લાઇટ (City Light) વિસ્તાર રહેતી યુવતીને ગરબા ક્લાસમાં એક યુવક સાથે મિત્રતા થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવાન સાથે મિત્રતા બાદ  પ્રેમ થઈ જતા  યુવક સાથે ગાડીમાં શારીરિક સંબંધ બાંધવામાં (Physical Relation) આવ્યા હતા. આ સમયે  અંગત પળોના ફોટા અને વિડીયો દ્વારા પ્રેમી દ્વારા મોબાઈલમાં (Vidoe of Making Love) ઉતારવામાં આવ્યા હતા.  અને ત્યાર બાદ  યુવક દ્વારા યુવતીને  બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી. જોકે યુવતી  એ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સુરતના માજી નગર સેવક (Ex Municipal Councilor) ના દીકરાની ઉંમરા પોલીસે (Umra Police) ગતરોજ ધરપકડ કરી (Arrested) હતી.

સુરતમાં લોકડાઉન વચ્ચે પણ મહિલા અત્યાચારની ફરિયાદ સતત આવી રહી છે, ત્યારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા રાજસ્થાનના પરિવારની યુવતી ને ચાર વર્ષ અગાઉ ઘોડદોડ રોડના એન્જોય ગરબા ક્લાસીસમાં દોઢિયા શીખવા જતી હતી ત્યારે અમરોલીના માજી કોર્પોરેટર વિજય પટલેના પુત્ર  ધવલ પટેલ (Dhaval Patel)  સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ પણ વાંચો :  સુરત : શ્રમિકોની ટિકિટના પૈસા પચાવી જનાર BJP કાર્યકર વર્માની વધુ એક દાદાગીરી, વીડિયો બનાવનારને બેઘર કર્યો

દરમિયાન તેઓ ફિલ્મ જોવા અને મિત્રો સાથે બહાર હરવા-ફરવા પણ જતા હતા અને ધવલની કારમાં તેઓ ડુમ્મસ સહિતના અલગ-અલગ વિસ્તારમાં ફરવા ગયા હતા. ત્યારે બંન્ને વચ્ચે પ્રેમ સંબધ એક દિવસ શારીરિક સંબંધ સુધી પહોંચી ગયો હતો. જોકે આ સમયે આ યુવકે અંગત પળોનો વિડીયો (vidoe of Physical Relationship) અને ફોટા (Photographs) પોતાના મોબાઈલમાં કેદ કરી લીધાં હતાં.

ત્યારબાદ બંન્ને વચ્ચે ઝઘડો થતા યુવતી એ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ધવલ યુવતીને તેની મરજી વિરૂધ્ધ પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતી એ પ્રેમસંબંધ રાખવા ઇન્કાર કરતા ધવલે યુવતીને ઇ-મેઇલ અને વ્હોટ્સ એપ પર ધમકી ભર્યા મેસેજ કર્યા હતા કે, જો તે પોતાની સાથે પ્રેમસંબંધ નહિ રાખે તો અંગતપળોના ફોટા તેના પરિવારને મોકલી આપશે.

આ પણ વાંચો :  લૉકડાઉનમાં પણ સુરતીલાલાઓ કરશે લગ્ન, આવી 6 આકરી શરતોનું કરવું પડશે પાલન જેનાથી કંટાળી યુવતી એ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ યુવાન પૂર્વ નગર સેવક વિજય  પટેલનો દીકરો હતો જેને લઇને યુવતીની ફરિયાદ ના આધારે પોલીસે ગુનો નોંધી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
First published: May 9, 2020, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading