Home /News /gujarat /

સુરતમાં તમામ લોકોને દિવાળી પહેલા મળી જશે કોરોનાની રસી, ‘નોક ધ ડોર કેમ્પઈન’ની કરાઇ શરૂઆત

સુરતમાં તમામ લોકોને દિવાળી પહેલા મળી જશે કોરોનાની રસી, ‘નોક ધ ડોર કેમ્પઈન’ની કરાઇ શરૂઆત

Knock the Door campaign in Surat: શહેરમાં 80 ટકા વેક્સીનેસન પૂર્ણ પણ બંને ડોઝ લેનાર માત્ર 25 ટકા છે.

Knock the Door campaign in Surat: શહેરમાં 80 ટકા વેક્સીનેસન પૂર્ણ પણ બંને ડોઝ લેનાર માત્ર 25 ટકા છે.

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેક્સિનેશન (Corona vaccine) માટે એક કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. સુરત શહેરના તમામ લોકોનું રસીકરણ દિવાળી પહેલા પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ ટાર્ગેટ નક્કી કર્યો છે. જે અંતર્ગત ‘નોક ધ ડોર કેમ્પેઈન’ (Knock the Door campaign) શરૂ કરાશે. આ અભિયાન માટે NGOની મદદ લેવામાં આવશે. જેમાં જે લોકોએ વેક્સીનનો અથવા તો બીજો ડોઝ નથી લીધો તેવા લોકોનો ઘરે જઈને સર્વે કરીને તેઓને નજીકના સેન્ટરમાં વેક્સિનેશન માટે લઈ જાય અને ત્યાં તેમને સમજાવી તેમનું મોનીટરીંગ કરવામાં આવશે.

 તમામ 33 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ

સુરતમાં કોરોનાનો કહેર હાલમાં ખૂબ જ ઓછો છે. પરંતુ આની સામે ત્રીજી લહેર આવવાની સંભાવનાનાં પગલે શહેરનાં તમામ લોકોનું રસીકરણ થઇ જાય તે માટેના પ્રયાસો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવીઓ રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા સુરતમાં તમામ 33 લાખ લોકોનું રસીકરણ કરવાનો ટાર્ગેટ પાલિકાએ નક્કી કર્યો છે. આ માટે ‘નોક ધ ડોર કેમ્પેઈન’ શરૂ કરાશે.એનજીઓની લેવાશે મદદ

એનજીઓની મદદથી શરૂ કરવામાં આવનારા આ કેમ્પેઈનમાં જેમણે પહેલો કે, બીજો અથવા બંન્ને ડોઝ લીધા નથી. તેમનો ઘરે ઘરે જઈ સરવે કરવામાં આવશે. અને તેઓ નજીકના સેન્ટર પર વેકિસન લેવા જાય ત્યાં સુધી સમજાવીને તેમનું મોનીટરિંગ કરવામાં આવશે. ત્રીજી વેવ અંગે મહાપાલિકાના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં તાકીદ કરવામાં આવી છે. દિવાળી પહેલાં તમામને રસી મળી રહે તેવું આયોજન તમામ ઝોનના અધિકારીઓએ કરવાનું રહેશે. તમામ ઝોનમાં ઇલેક્ટોરલ ડેટા મુજબ વેક્સિનેશનના ટાર્ગેટ આપવાની શરૂઆત થઈ છે.

આ પણ વાંચો - માતા-બહેનને ઇન્જેક્શન આપી ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ, 'મમ્મી-બહેન મારા વગર કેવી રીતે જીવે?

રસીકરણ ઓછું હોય ત્યાં સેન્ટર વધારાશે

જ્યારે કતારગામ ઝોન, ઉધના ઝોનમાં વેક્સિનેશન ઓછું હોય આ વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટર વધુ કાર્યરત કરવા પણ સૂચના અપાઈ છે. હાલ પાલિકાને રસીનો વધારે સ્ટોક મળી રહ્યો હોવાથી દસેક દિવસથી વધુને વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે બાકી હોય તેમને બીજો ડોઝ અપાઇ રહ્યો છે. દર બુધવારે બીજા ડોઝની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત યુનિ કોલેજોમાં 18થી ઉપરના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે છે. તેથી 76 ટકા જેટલું રસીકરણ પહોંચી ગયું છે.

આ પણ વાંચો - સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવમાં વધારો થતા હવે મોરબીની ટાઇલ્સનાં ભાવમાં પણ આવશે ઉછાળો

શહેરમાં કોરોનાની અસર

જો સુરતમાં નોંધાઈ રહેલા કોરોના કેસોની વાત કરીએ તો,  શહેરમાં 1 અને જિલ્લામાં 3 કેસ સાથે સોમવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 143574 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2114 થયો છે. સોમવારે શહેરમાંથી 02 અને જિલ્લામાંથી 2 દર્દીઓ મળી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141408 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 52 નોંધાઈ છે.દિવાળી પહેલા સુરતમાં 18 પ્લસના 33 લાખ લોકોને રસી આપવાની થાય છે. આમાંથી હાલ 80 ટકા વેકિસનેશન થયું છે. એટલે કે 26,83,674 લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે જયારે 8.52 લાખ એટલે કે 25 ટકા લોકોએ બંન્ને ડોઝ લીધા છે. હજુ પ્રથમ ડોઝ લેનારા એક લાખથી વધુ લોકોનો બીજો ડોઝની તારીખ ડયુ થઈ ગઈ હોવા છતાં વેક્સિન લીધી નહીં હોવાનું જાણવા મળ્યું છે. ‘નોક ધ ડોર’ કેમ્પેઈન’ દ્વારા ખાસ બીજા ડોઝ લીધો નથી તેવા લોકોને આવરી લેવામાં આવશે. બુધવારે અને રવિવારે માત્ર સેકન્ડ ડોઝવાળા માટે જ રસીકરણ હાથ ધરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavaccine, ગુજરાત, સુરત

આગામી સમાચાર