Home /News /gujarat /

'PM તમે 31 ઓક્ટોબરે નર્મદા ડેમ પર ન આવતાં': 6 ગામના સરપંચ

'PM તમે 31 ઓક્ટોબરે નર્મદા ડેમ પર ન આવતાં': 6 ગામના સરપંચ

    એક તરફ સરદાર વલ્લભભાઇ પટેલના સૌથી મોટા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી બાજુ આદિવાસીઓનો વિરોધે પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ આવેલા ગામ પંચાયતોના સરપંચોએ પોતાની સહી સિક્કા મારી પત્રો લખ્યા છે, જેમાં તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી તમે 31 ઓક્ટોબરે નર્મદા ડેમ પર નહીં આવતા.

    વડાપ્રધાનને સંબોધી લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું કે તમે સરકાર સરોવર ડેમ બાંધી તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા બાંધકામો કરી આ વિસ્તાર અને નર્મદા નદીની જે હાલત કરી છે તે જોઇ અમારી આંતરડી કકળી ઉઠે છે. આજે તમે અને તમારી સાથેની કંપનીઓ આ પ્રાકૃતિક સંસાધનોનો માત્ર નાશ જ નહીં પરંતુ ખુલ્લેઆમ શોષણ અને વેપાર કરી રહી છે.



    વધુમાં આદિવાસીઓએ જણાવ્યું કે ડેમ બન્યો ત્યારથી અમારા વિસ્તારના અનેક પરિવાર વિસ્થાપીત થયા છે, જમીન અને રોજગાર ગુમાવવાનો વારો આવ્યો છે. ડેમના કામ માટે પ્રથમ છ ગામોની જમીનોનું વિસ્થાપન થયું તેને આપ અસરગ્રસ્ત જાહેર કરવા પણ તૈયાર નથી. ડેમની નજીક વસવાટ કરતાં ખેડૂતોને આજ સુધી સિંચાઇ કે પીવાના પાણીનો લાભ મળ્યો નથી. અમે પાણી માટે તડપી રહ્યાં છીએ અને તમે રિવરફ્રન્ટમાં દેખાડા કરી અમારું મહામૂલું પાણી વેડફી રહ્યાં છો, આ બધુ જોઇ અમારા જીવ કપાઇ જાય છે.

    આદિવાસીઓએ પત્રમાં મોદીને કહ્યું કે તમે કેવડિયામાં માત્ર સ્ટેચ્યુ બનાવીને અટકવાના નથી. અહીં અનેક મકાનો, ઉદ્યાનો અને જાત-જાતના બીજા બાંધકામો કરશો, આ માટે તમે જમીન ક્યાંથી લાવશો ? શું હજારો ગામલોકો-નાગરિકોની આજીવીકા અને સ્વપ્નોની લાશ પર બંધાયેલા ભવનોમાં તમે મોજથી રહી શકશો ?
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Later to PM, Protest statue of Unity, Sarpanch, Six Villages, Trible, Villages Sarpanch, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन