માસ્ક ન પહેરનાર વાહનચાલક સાથે ગાળાગાળી કરનાર મનપાના તાલીમાર્થી કર્મચારીને શો-કોઝ નોટિસ

માસ્ક ન પહેરનાર વાહનચાલક સાથે ગાળાગાળી કરનાર મનપાના તાલીમાર્થી કર્મચારીને શો-કોઝ નોટિસ
માસ્ક ન પહેરનાર વાહનચાલક સાથે ગાળાગાળી કરનાર મનપાના તાલીમાર્થી કર્મચારીને શો-કોઝ નોટિસ

અભદ્ર ભાષામાં વર્તણૂંક કરવાનો મનપાના તાલીમાર્થી શ્રેણી ક્લાર્કનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

  • Share this:
સુરત : વરાછા ઝોન-બી વિસ્તારમાં કોવિડ-19ના એન્ફોર્સમેન્ટની કામગીરીના ભાગરૂપે ટૂ-વ્હીલર વાહનચાલકની પાછળ બેઠેલા શખ્સને માસ્કનો ઉપયોગ ન કરવા બદલ રોક્યો હતો. આ પછી દંડકીય પગલાં લેવાની સાથે સાથે અભદ્ર ભાષામાં વર્તણૂંક કરવાનો મનપાના તાલીમાર્થી શ્રેણી ક્લાર્કનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મનપાના તાલીમાર્થી કર્મચારીએ વાહનચાલક સાથે ગાળાગાળી કરી ટીમના મહિલા કર્મચારીની હાજરીની પણ માનમર્યાદા રાખી ન હતી. જેથી સુરત મનપાની છબીને નુક્સાન થયું છે. પરિણામે ગેરશિસ્ત માટે તાલીમાર્થી કર્મચારીને તાલીમ માટે ગેરલાયક ઠેરવી મનપાની ફરજમાંથી છૂટા કેમ ન કરવા? તે માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

હાલમાં મનપા દ્વારા અન્ય વિભાગના કર્મચારીઓને પણ કોવિડ-19ની કામગીરીમાં રોકવામાં આવ્યા છે. ત્યારે અવાર નવાર કર્મચારીઓ અને લોકો વચ્ચે ઘર્ષણના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો મનપા કમિશ્નર સુધી પણ પહોચ્યો હતો. કલાર્ક હાલમાં ટ્રેનિંગ બેઝ પર હોઇ તેને પોતાની સફાઇ આપવા માટેનો એક મોકો આપવામાં આવ્યો હતો. મનપા કર્મચારી દ્વારા જે વર્તન કરવામાં આવ્યું ત્યારે મહિલા કર્મચારી પણ ત્યા ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ આ ઘટના બની હતી. કલાર્ક દ્વારા મોટર સાયકલ ચાલકને બે ફામ ગાળો આપવામાં આવી હતી. જે ખુબ જ નીંદનીય છે.આ પણ વાંચો - અમદાવાદ : એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન ઉપર પણ લગેજને સેનિટાઈઝ અને રેપિંગ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે આ વીડિયો ગઇકાલે સવારનો છે અને આજે સમગ્ર દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સમગ્ર દિવસ દરમિયાન વીડિયો માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજયમાં ફેલાઇ ગયો હતો. જેથી મનપા દ્વારા હાલમાં તાત્કાલિક એકશન લેવાની ફરજ પડી હતી.
Published by:Ashish Goyal
First published:July 22, 2020, 23:21 pm

टॉप स्टोरीज