Home /News /gujarat /

ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ દોડાદોડી, શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ ભાગ્યા

ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ દોડાદોડી, શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ ભાગ્યા

શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ

દાદરા નગર હવેલી બેઠકના શિવસેનાના ઉમેદવાર આજે ગુરુવારે બપોરે ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ આજે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે બાકીના ઉમેદવારો ફોર્મ ભરવા માટે નીકળી પડ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાના કારણે ઉમેદવારોમાં દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. દાદરા નગર હવેલી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવનાર શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ અને સમર્થકોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઇ હતી.

    મળતી માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી બેઠકના શિવસેનાના ઉમેદવાર આજે ગુરુવારે બપોરે ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા. જોકે, અંકિતા પટેલ સાથે રાખેલું એફિડેવિટમાં ભૂલ નીકળી હતી. જેા પગેલ સમર્થકો સાથે અંકિતા પટેલ પણ દોડાદોડી કરી હતી.

    તો બીજી તરફ લોકસભાના ઉમેદવાર અંકિતા પટેલનું મેન્ડેટ શિવસેનાએ પાછું ખેંચ્યું હોવાની અફવાએ પણ વેગ પકડ્યો હતો. જોકે, અંકિતા પટેલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, હું શિવસેનાના ઉમેદવાર તરીકે જ ચૂંટણી જંગમાં જ છું.

    ઉલ્લેખનીય છે, કે સુરત અને પાલનપુરમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. વાતાવરણ તંગ બનતા પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો.
    First published:

    Tags: Gujarat Lok sabha Elecions 2019, Lok sabha election 2019, South Gujarat lok sabha e

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन