Home /News /gujarat /

ભરૂચઃશિવસેનાના પ્રમુખના લાપતા પુત્રની રહસ્યમય સંજોગોમાં લાશ મળી,હત્યાની શંકા

ભરૂચઃશિવસેનાના પ્રમુખના લાપતા પુત્રની રહસ્યમય સંજોગોમાં લાશ મળી,હત્યાની શંકા

ભરૂચઃ ભરૂચ જીલ્લા શિવસેનાના પ્રમુખ અને ઉદ્યોગ પતિ એસ.આર.પાટીલના ૧૮ વર્ષીય પુત્રનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ગત રોજ બપોર બાદ લાપતા બને યુવાનનો મૃતદેહ મોદી રાત્રીએ તેના ઘરના જ કંપાઉંડમાંથી મળી આવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ભરૂચઃ ભરૂચ જીલ્લા શિવસેનાના પ્રમુખ અને ઉદ્યોગ પતિ એસ.આર.પાટીલના ૧૮ વર્ષીય પુત્રનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.ગત રોજ બપોર બાદ લાપતા બને યુવાનનો મૃતદેહ મોદી રાત્રીએ તેના ઘરના જ કંપાઉંડમાંથી મળી આવ્યો હતો.

brc siv sena

ભરૂચ જીલ્લા શિવસેનાના પ્રમુખ ,ઉદ્યોગપતિ અને અંકલેશ્વરની ઓદ્યોગિક વસાહતની મધુવન સોસાયટીમાં રહેતા એસ.આર.પાટીલના ૧૮  વર્ષીય પુત્રનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે.અંકલેશ્વરની જાય અંબે શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતો ૧૮ વર્ષીય વિવેક પાટીલ ગત રોજ બપોરના બે વાગ્યાથી ગુમ થયો હતો.પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધર્યા બાદ પણ તેનો કોઈ પત્તો ન લાગતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી.

.દરમ્યાન મોડી રાત્રે યુવાનનો મૃતદેહ તેના ઘર મધુવન સોસાયટીના કંપાઉંડમાંથી જ મળી આવ્યો હતો.બપોરે ગુમ થયેલા યુવાન પુત્રનો ઘરના જ કંપાઉંડમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી.

બનાવ અંગેની જાણ પોલીસને થતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.યુવાનના મૃતદેહ પર ઈજાના કોઈ નિશાન પોલીસને મળી આવ્યા નથી જો કે પોલીસે પેનલ ડોક્ટરોની મદદથી પોસ્ટ મોર્ટમ કરાવી યુવાનના રહસ્યમય મોતની ગુથ્થી ઉકેલવા પ્રયાસો કર્યા છે.

શિવસેનાના પ્રમુખના પુત્રના રહસ્યમય મોતના મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે.યુવાન મોઢામાંથી ફીણ નીકળવું અને યુવાનનો મોબાઈલ ગુમ હોવો એ હત્યા તરફ ઈશારો કરતુ હોવાનું લાગી રહ્યું છે.મૃતક યુવાનનો થોડા દિવસો અગાઉ અંકલેશ્વરના કેટલાક યુવાનો સાથે ઝઘડો થયો હતો જેની રીસ રાખી હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
First published:

Tags: ઉદ્યોગપતિ પુત્ર હત્યા, ભરૂચ, રહસ્યમય મોત, શિવસેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन