Home /News /gujarat /વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિના નામે અસમાજીક તત્વોએ પ્રોફેસરોને ફેક ઇ-મેલ મોકલ્યા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિના નામે અસમાજીક તત્વોએ પ્રોફેસરોને ફેક ઇ-મેલ મોકલ્યા

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિના નામે અસમાજીક તત્વોએ પ્રોફેસરોને ફેક ઇ-મેલ મોકલ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો પહેલા જ યુનિવર્સિટીના લેટરપેડ સાથેનો પરીક્ષા સંબધીત બોગસ પરિપત્ર ફરતો થઇ ગયો હતો

સુરત : વીર નર્મદ દ‌િક્ષણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાનાં નામનો ઉપયોગ કરી કોઇ અસમાજીક તત્વો સતત શિક્ષણવિદોને ઇ-મેલ કરી હેરાન પરેશાન કરવાના ઇરાદે બોગસ ઇ-મેલ મારફતે નકલી પરિપત્ર ફરતા કરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. કુલપતિના નામનો ઉપયોગ કરીને અસમાજીક તત્વોએ બે મહિનામાં બે વખત બોગસ ઇ-મેલ આઇ.ડી બનાવતા યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

અસમાજીક તત્વો કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાને હેરાન કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસો પહેલા જ યુનિવર્સિટીના લેટરપેડ સાથેનો પરીક્ષા સંબધીત બોગસ પરિપત્ર ફરતો થઇ ગયો હતો, જોકે યુનિ‌‌વર્સિટી દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા મુજબ કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા vcoffice.ac.in અને તેમનાં પર્સનલ ઇ-મેલ આઇ.ડી shiven13@hotmail.com થકી જ પત્ર વ્યવહાર કરતા હોય છે. પણ આ વખતે કોઇ અસમાજીક તત્વએ proffesormailproffesor@gmail.com નામની બોગસ ઇ-મેલ આઇ.ડી બનાવી કુલપતિના નામે શિક્ષણવિદો, કોલેજોમાં ઇ-મેલ કર્યા હોવાનું જાણવા મળતા આજે ફરી એક વખત કુલપતિ કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે proffesormailproffesor@gmail.com બોગસ ઇ-મેલ આઇ.ડી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ પણ કુલપતિના નામનો ઉપયોગ કરી કોઇ ઇસમે executivedirectorr002@gmail.com નામની બોગસ ઇ-મેલ આઇ.ડી બનાવી હતી. જે અંગે પણ કુલપતિ કચેરીએ સ્પષ્ટતા કરવી પડી હતી. યુનિવર્સિટીના કુલપતિ શિ‍વેન્દ્ર ગુપ્તાના નામનો ખોટો ઉપયોગ કરીને બે મહિનામાં બીજી વખત બોગસ ઇ-મેલ આઇ.ડી બનાવવામાં આવતા શિક્ષણવિદો પણ હેરાન થયા છે.
" isDesktop="true" id="987368" >
First published:

Tags: Chancellor, સુરત