Home /News /gujarat /સાપુતારા: નામાંકિત હોટલ આવી વિવાદમાં, મૂળ જમીન માલિકે નોંધાવી ફરિયાદ

સાપુતારા: નામાંકિત હોટલ આવી વિવાદમાં, મૂળ જમીન માલિકે નોંધાવી ફરિયાદ

  કેતન પટેલ, ડાંગ: ગિરિમથક સાપુતારાની લેક્વ્યુ હોટલનાં મિલકતનાં ઝગડાને લઈને સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ ગિરિમથક સાપુતારાની નામાંકિત હોટેલનાં માલિક તુકારામ કરડીલે અને તેનાં પાર્ટનર સામે જમીનના મૂળ માલિકે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જે બાદ હોટલ ઓનર્સ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લેક્વ્યુ હોટેલ માલિક તુકારામ કરડીલે ઉપર ફરિયાદ નોંધાઈ છે. જમીનના મૂળ માલિક દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલા પ્લોટ.ન.4 અને સીટી સર્વે ન.447/448 વાળી જમીન પર બાંધકામ કરેલી નામાકિંત લેક્વ્યુ હોટલની મિલ્કત બાબતે કરેલ પાવર ઓફ એર્ટનીમાં બે ભાગીદારોએ પૂર્વ આયોજીત કાવતરું રચી ચેડા કરીને આજદિન સુધીનો મિલ્કતનો ભોગવટો કરતા આ બન્ને ભાગીદારો વિરુદ્ધ મૂળ મિલ્કતનાં સબંધીએ સાપુતારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હોટલ ઓનર્સ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  જમીનનાં દસ્તાવેજો સાથે ચેડાં કરી જમીન પચાવી પાડવાની સમગ્ર ઘટનાં  ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પ્લોટ નંબર-4 અને સીટી સર્વે નંબર 447-448 વાળી જમીન કલેક્ટર કચેરી આહવા ડાંગ દ્વારા ખીલનમલ ઝૂમરૂમલ બસંતાણીને સાપુતારા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કલેક્ટર કચેરીનાં તા 31-08-1974નાં હુકમથી 2625 ચો. મી જમીન હોટલનાં વ્યવસાય માટે તા.01-08-1974થી 31-07-2004 સુધીનાં ભાડા પટ્ટે આપેલ હતી.તથા કલેક્ટર કચેરી આહવા ડાંગનાઓ દ્વારા તા.21-11-2009નાં હુકમથી 2625 ચો.મી જમીન શાકાહારી હોટલ માટે,તથા તા.07-04-1992નાં અન્વયે 594 ચો. મીટર જમીન બગીચા માટેે, આમ ખીલનમલ બસંતાણીને કુલ 3219 ચો. મી જમીન શાકાહારી હોટલ માટે 30 વર્ષનાં પટ્ટે ફરી તા.01-08-2004થી તા. 31-07-2034 સુધીની લીઝ રીન્યુ કરી આપવામાં આવેલ છે.

  વિસાવદર: માતાએ હિંમત રાખી દીપડાને લલકાર્યો, મોતનાં મુખમાંથી દીકરાની બચાવી જિંદગી

  અહી આ પ્લોટનાં મૂળ માલિક ખીલનમલ બસંતાણી વર્ષ 2003માં મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાંથી ગુમ થઈ જતા સને 2011નાં વર્ષમાં નામદાર કલ્યાણ કોર્ટે તેમણે મૃત જાહેર કરેલ. તે દરમ્યાન સને 2004નાં વર્ષમાં આ પ્લોટનાં વારસદારોએ પાવર ઓફ એર્ટની તરીકે તેઓની દીકરી લીલાબેનને પાવર્સ આપ્યા હતા.અહી લીલાબેન વસંતાણીનું પણ વર્ષ 2016માં સાપુતારા-વાંસદા રોડ પર અકસ્માતમાં મોત નિપજતા લીલાબેનનાં સબંધીએ આર.ટી.આઈ દ્વારા સદર પ્રોપર્ટીનાં ડોક્યુમેન્ટ કલેક્ટર ડાંગનાઓ પાસેથી મેળવેલ હતા.  જેમાં કે.જે બસંતાણીએ કે.કે.પટેલને તા.01-01-1992 નાં રોજ નોટરી વગરનું જનરલ ઓફ પાવર એર્ટની કરી આપેલ હતુ. તેજ જનરલ ઓફ પાવર એર્ટનીની નકલ આ સંબધીએ ફરીથી કલેક્ટરનાઓ આહવા પાસેથી તા.07-05-2010નાં રોજ મેળવતા તેમાં ફેરફાર જણાયેલ.જેમાં તા.27-01-92નાં રોજ નોટરાઈઝલ થયેલ તથા પાના. ન.3 પર પહેલા ફકરા અને બીજા ફકરા વચ્ચે "also appoint substitute attorney"જે હસ્તલિખિત લખાણ હતુ. જે અગાઉ તા.29-07-2008માં મેળવેલ પાવર ઓફ એર્ટનીમાં ન હતુ.જેથી કે.જે બસંતાણીનાઓએ કે.કે.પટેલને આપેલ નોટરી વગરનું પાવર ઓફ એર્ટનીમાં બાદમાં કે.કે.પટેલનાઓએ નોટોરાઈઝ તેમજ હસ્તલિખિત લખાણ કરી ચેડા કરેલ છે. આ ચેડા કરેલ પાવર ઓફ એર્ટનીમાં સબસ્ટીટુયુટ એર્ટની નીમીને જેના આધારે નિમાયેલા પાવર ઓફ એર્ટની હોલ્ડર કે.કે.પટેલે 2007નાં વર્ષમાં તુકારામ અમૃતા કર્ડિલેને હોટલ લેક્વ્યુનાં સાપુતારા પ્લોટ ન.4 નાં સબસ્ટીટુયુટ તરીકે નિમણૂક કરી આપેલ છે.

  ન્યૂડ Photosના ઓનલાઇન વેપારમાં એક જ વર્ષમાં કરોડપતિ બની આ મહિલા, છોકરીઓ મોકલતી હતી તેમના ફોટા
  " isDesktop="true" id="1094593" >

  આ ડોક્યુમેન્ટમાં ડીફરન્સ અને શરત. ન.12 અને 13 ભંગ બાબતે અરજદાર દ્વારા જે તે સમયે કલેક્ટરને પણ અરજી કરાયેલ છે. સાપુતારા હોટેલ એસોસિએશન સેક્રેટરી અન્યની જમીનમાં પગપેસારો કરતાં માલિક દ્વારા ફરિયાદ  સાપુતારાની નામાકિંત લેક્વ્યુ હોટલની મિલ્કતનાં ઉપરોક્ત પાવર ઓફ એર્ટનીનાં દસ્તાવેજમાં કે.કે.પટેલ અને તુકારામભાઈ કર્ડિલે તથા તેમના ભાગીદારો અને મળતીયાઓએ પૂર્વ આયોજીત કાવતરુ રચી એકબીજાની મદદગારીથી હસ્તલિખિત લખાણ વડે ચેડા કરી આ મિલ્કતનો આજદિન સુધીનો ભોગવટો કરતા ગતરોજ ફરિયાદી ઇન્દરભાઈ હરચોમલભાઈ બસંતાણીએ આ તમામ વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સાપુતારા પોલીસ મથકનાં સ.આઈ.એમ.એલ.ડામોરે લેક્વ્યુ હોટલનાં આ બન્ને ઓનર્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા સાપુતારા હોટલ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Saputara, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन