Home /News /gujarat /

સુરત : રત્ન કલાકારની ધો-10માં અભ્યાસ કરતી સગીર દીકરીનું અપહરણ કરી છેડતી કરાઈ

સુરત : રત્ન કલાકારની ધો-10માં અભ્યાસ કરતી સગીર દીકરીનું અપહરણ કરી છેડતી કરાઈ

ચોકબજાર પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ કલ્પેશ માંડલીયા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે

Surat news - રોમિયાનો ત્રાસથી કંટાળી વિદ્યાર્થિનીના પિતાએ ઘર પણ બદલી નાંખ્યું હતું છતા પીછો છોડતો ન હતો

સુરત : સુરતમાં (Surat)ચોકબજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની ધો-10માં અભ્યાસ કરતી સગીર દીકરીને છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન કરતા યુવકે ઘરેથી ઉપા઼ડી જવાની ધમકી આપી હતી. પછી બાઈક પર અપહરણ (Kidnapping)કરી શારિરીક છેડતી (molestation)કરી હતી. રોમીયોના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થિનીના પરિવારે ઘર પણ બદલી નાંખ્યું હતું છતાય રોમીયોએ તેનો પીછો છોડયો ન હોવાનું જાણવા મળે છે.

સુરત શહેરમાં ગુનાખોરી એટલી હદે વધી ગઈ છે અસામાજિક તત્વો લોકોને જાહેરમાં માર મારવા સાથે ઘાતક હથિયારો સાથે હુમલો પણ કરતા હોય છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતી એક સગીરાને ઉપાડી જવાનો મામલો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ધો-10માં અભ્યાસ કરતી સગીર પુત્રી ઉપર કેવલ કલ્પેશ માંડલીયા (રહે, સુમન પ્રતિક આવાસ, સિંગણપોર રોડ)એ દાનત બગાડી હતી. ગસ્ટ 2019થી સગીરા સ્કૂલ કે ટ્યુશન કલાસ માટે જતી ત્યારે તેનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો. તેણે કોઈપણ રીતે સગીરાનો મોબાઈલ નંબર મેળવી લીધા બાદ વોટ્સઅપ કોલ કરી કોલેજ પાસે બોલાવી હતી.

આ પણ વાંચો - કપલ બોક્સ બાદ સુરત શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાં પર ત્રાટકી પોલીસ

ઘરેથી નહી આવે તો ઘરેથી ઉચંકી જવાની ધમકી આપી બાઈક પર બેસાડી અપહરણ કરી ગયો હતો. લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી શારિરીક અડપલા કર્યા હતા. તેમજ તું અને તારો ભાઈ જીવતો નહીં રહે તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

રોમિયોના ત્રાસને કારણે સગીરાનો પરિવાર સિંગણપોર વિસ્તારમાં રહેતા હતા તે ઘર બદલીને ચોકબજારની હદમાં રહેવા માટે આવી ગયા હતા. છતાંયે તે હેરાન પરેશાન કરતો હતો. આખરે કંટાળીને સગીરાના પરિવાર દ્વારા ગતરોજ ફરિયાદ નોધાવતા ચોકબજાર પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ કલ્પેશ માંડલીયા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.

બ્યૂટી પાર્લર ચલાવતી મહિલાને અન્ય મહિલાઓએ પાઇપથી મારી

સુરતમાં ગુનેગારોને કાયદાનો ડર રહ્યો નથી ત્યારે આવી જ એક મહિલાઓને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી આંબા વાળી કાલુપુર વિસ્તારમાં રહેતી મહિલા બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારને આર્થિક મદદ કરતી હતી આજ મોરલામાં રહેતી માથાભારે અબ્દુલ હયાત મલબારીનાં ઘરની મહિલાઓએ જુના ઝઘડાની અદાવત રાખીને બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાને લાકડીના ફટકા અને પાઇપ વડે જાહેરમાં ઢોરમાર માર્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Surat cime, સુરત

આગામી સમાચાર