Home /News /gujarat /સુરત : સચિન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આવ્યા વિવાદમાં

સુરત : સચિન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આવ્યા વિવાદમાં

સુરતની સચિન પોલીસ સ્ટેશનના (Sachin Police Station)કર્મચારીઓએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી

Surat News : પોલીસ કર્મચારીઓની જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ કર્મચારીઓ વિરુદ્ધ પોતાના ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે કેમ તે સવાલ ઉભો થયો છે

સુરત : શહેરમાં (Surat)જાહેરમાં જન્મદિવસની ઉજવણી (birthday celebrations Public Place in Surat)કરવા પર પ્રતિબંધ છે. કોરોના (Corona)સમયમાં જાહેરમાં જન્મદિવસ સાથે કોરોનાની ગાઇડલાઇનનો (Corona guideline)ભંગ કરે તો તેના ઉપર પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે જ સુરતની સચિન પોલીસ સ્ટેશનના (Sachin Police Station)કર્મચારીઓએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાના ભંગ સાથે કોરોનાની ગાઈડલાઈનનો પણ ભંગ કર્યો છે. ત્યારે હવે આ લોકો ઉપર કોણ અને ક્યારે કાર્યવાહી કરે તેને લઇને સવાલો ઉભા થયા છે. પોલીસ કર્મચારીઓની જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થયો છે.

સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી એક ફેશન અને સ્ટેટસ બની ગયું છે. ત્યારે છાશવારે જાહેરમાં જન્મદિવસની ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જોકે જન્મ દિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ અને તેમાં પણ કોરોના આવ્યા બાદ કોરોના ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આવા સંજોગોમાં સુરત સચિન પોલીસ વિવાદમાં આવી છે કારણ કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા જ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - સુરત: વેક્સીનના બંને ડોઝ લીધા હશે તો જ ગરબા રમવા દેવાશે; સીલ કરાયેલા બે એપાર્ટમેન્ટમાં વધુ ત્રણ બાળક કોરોના પોઝિટિવ

સામાન્ય વ્યક્તિ આ પ્રકારની ઉજવણી કરે તો તેના ઉપર પોલીસ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરતું હોય છે પણ અહીંયા તો ખુદ પોલીસ જ નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે આ તમામ પોલીસ કર્મચારીઓએ કોરોનાની ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો છે. આ જન્મદિવસની ઉજવણી સોશિયલ મીડિયામાં વાયરલ થતાંની સાથે જ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે અને આ કર્મચારીઓ પર કાર્યવાહી કરવાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.



આ પણ વાંચો - અમદાવાદ : જો જો ટ્રેન ચૂકી ના જતા, આજથી ટ્રેનોના સમયમાં થયો ફેરફાર, જાણો રેલવેનો નવો સમય

જોકે આ કર્મચારીઓ વિરુદ્ધ પોતાના ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ કર્મચારીઓ અને પોલીસ વિભાગ પર સોશિયલ મીડિયામાં કટાક્ષનો મારો થઈ રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona Guideline, વાયરલ વીડિયો, સુરત

विज्ञापन