Home /News /gujarat /

સુરત: GIDCમાં ટેન્કર લીક કાંડમાં થયો મોટો ખુલાસો, સાપરાધ મનુષ્યવધનો ગુનો થયો દાખલ

સુરત: GIDCમાં ટેન્કર લીક કાંડમાં થયો મોટો ખુલાસો, સાપરાધ મનુષ્યવધનો ગુનો થયો દાખલ

Surat news: સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.

Surat news: સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.

  સુરત: શહેરની સચિન GIDCમાં ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે 8 લોકો વેન્ટિલેટર પર છે. ઝેરી કેમિકલ ઠાલવવામાપ્રકરણમાં સચિન વિસ્તારના સ્થાનિક તત્વોની સંડોવણી હોવાનું સામે આવી રહ્યુ છે. દહેજથી ઝેરી કેમિકલ ભરેલા ટેન્કર લાવીને ઢાલવવાનો કારસો ચાલતો હોવાનું પણ સામે આવી રહી છે.

  ટેન્કર માલિકનું નામ આવ્યું સામે

  આ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. આ ટેન્કર ગુરવિંદર સિંહ નામના વ્યક્તિનું છે. આ ટેન્કર ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ સંદિપ ગુપ્તાએ લીધો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સંદિપ ગુપ્તાનો ઇતિહાસ પણ ગુનાઇત રહેલો છે.

  સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

  સુરત પોલીસે આ કેસમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ઝેરી કેમિકલ ટેન્કર વડોદરાનું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસમાં પોલીસની એક ટિમ વડોદરા જવા રવાના થઇ છે. તો બીજી તરફ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.

  શું હતો આખો મામલો

  સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક ​​થવાને કારણે મિલના છ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે. જ્યારે આઠ જેટલા લોકો વેન્ટિલેટર પર છે અને અન્ય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8થી 10 મીટર દૂર મજૂરો સૂતા હતા. અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી.

  જીપીસીબીના અધિકારીએ શું કહ્યુ

  આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં જીપીસીબીના અધિકારી પરાગ દવેએ જણાવ્યું હતું કે, છ મહિનામાં આ સહિતની ત્રીજી ફરિયાદ મળી છે. આ પહેલા સચિન અને જ્હાંગીરપુરામાં પણ ફરિયાદ મળી હતી. ફરિયાદ નોધાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેમિકલમાં પ્રાથમિક તબક્કે એસિડિક કોમ્પોનન્ટ હોવાનું કહી શકાય છે. આ કેસમાં પણ પોલીસને સાથે રાખીને ફરિયાદ કરવામાં આવી છે.

  આ પણ વાંચો - કોરોનાના વધતા કહેર વચ્ચે મહત્ત્વનો નિર્ણય: Vibrant Gujarat Global Summit રદ કરાઇ

  આ દુર્ઘટના સવારે 4.25 કલાકે થઇ હતી

  આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે, જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ સવારે લગભગ 4:25 વાગ્યે થઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.

  સારવાર લઇ રહેલા અસરગ્રસ્તો માટે તમામ વ્યવસ્થા કરાઇ

  આ દૂર્ઘટના અંગે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ઇન્ચાર્જ સુપ્રિટેનડેન્ટ ડોક્ટર ઓમકાર ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને કારણે મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મેડિકલ ઓફિસરોને પણ બોલાવી લેવાયા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અકસ્માત, ગુજરાત, જીઆઇડીસી, વડોદરા, સુરત

  આગામી સમાચાર