સુરત: શહેરની સચિન GIDCમાં વહેલી સવારે (Sachin GIDC) ટેન્કર લીક (tanker leak in Surat) થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત (death) થયા છે. જ્યારે સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 28થી વધુ મજૂરો સારવાર હેઠળ છે. કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. હાલ તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં (Surat new Civil Hospital) સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કામે લાગી ગયુ હતું.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની થોડે દૂર એટલે 10એક મીટર દૂર જ આ મજૂરો સૂતા હતા. જે લોકોને આ ઝેરી કેમિકલની અસર થઇ છે.
20થી વધુ અસરગ્રસ્તો સારવાર લઇ રહ્યા છે.
તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સુરતના સચિન GIDC વિસ્તારની ઘટના, ટેન્કરમાંથી ઝેરી કેમિકલ લીકેજ થતા પાંચના મોત
ગેસ લીકેજમાં ગૂંગળામણ થતા 20 લોકોને નવી સિવિલમાં ખસેડાયા, પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની પાસે જ શ્રમિકો સૂતા હતા, કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું સામે આવ્યું pic.twitter.com/9gTsD6B7zD
વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજર આ મામલે જણાવ્યું હતું કે, ‘મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભું હતું. જે ખાલી થઇ રહ્યું હતુ. એનો એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો બેભાન થઈ જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસના ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’
સુરત GIDCમાં ગેસ લીક થવાની ઘટના, યુપી અને બિહારના શ્રમિકો ગુંગળામણના થયા શિકાર pic.twitter.com/76ucSQSguM
થોડા સમય પહેલા પંચમહાલની રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકાનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો હતો. ત્યારે બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર