સુરત : 2600 કરોડના ખર્ચે બની રહેલું હીરા બુર્સ 8 મહિનામાં શરૂ થશે, શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો

સુરત : 2600 કરોડના ખર્ચે બની રહેલું હીરા બુર્સ 8 મહિનામાં શરૂ થશે, શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો
સુરત : 2600 કરોડના ખર્ચે બની રહેલું હીરા બુર્સ 8 મહિનામાં શરૂ થશે, શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો

ડાયમંડ બુર્સમાં 4200 જેટલી દુકાનો આવેલી છે, સુરત ડાયમંડ બુર્સના 11 માળના 9 ટાવર તૈયાર થઈ ચૂક્યા છે

  • Share this:
સુરત : સુરત શહેરના છેવાડે ખજોદ ખાતે હીરા બુર્સ આકાર લઇ રહ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાયા બાદ ભારતનું સૌથી મોટું હીરા બુર્સ સુરત ખાતે આકાર પામી રહ્યું છે. આ બુર્સ તૈયાર થયા બાદ સુરત શહેરની આર્થિક પરિસ્થિતિને મોટો ફાયદો થશે. સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંતતત્ત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે.

આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ડાયમંડ બુર્સ 2600 કરોડના ખર્ચે આકાર પામી રહ્યું છે. આ ડાયમંડ બુર્સ આ સપ્ટેમ્બર માસ સુધીમાં કાર્યરત થઇ જશે. ડાયમંડ બુર્સમાં 4200 જેટલી દુકાનો આવેલી છે. આમ તો ડાયમંડને પોલિશ કરવાનું સૌથી મોટું હબ સુરત છે. પરંતુ અત્યાર સુધી મુંબઇ ટ્રેડિંગનું હબ હતું પરંતુ હવે સુરત ડાયમંડ પોલિસિંગની સાથે સાથે ટ્રેડિંગનું હબ પણ બનવા માટે જઇ રહ્યું છે. આ બુર્સ આઠ મહિનામાં સાકાર થઇ જશે. ત્યારબાદ રફ માઇનિંગની કંપનીઓની ઓફિસ પણ શરૂ થઇ જશે અને પ્રથમ વખતે રફનું કામ પણ અહીંથી થશે આ ઉપરાંત જો બુર્સની વાત પણ કરવામાં આવે તો ડાયમંડ બુર્સમાં વાર્ષિક 2.5 લાખ કરોડનો વેપાર થવાની આશા છે. સાથે-સાથે 1.5 લાખ લોકોને રોજગારીની આશા પણ જાગી છે.આ પણ વાંચો - જાણો કેમ બીસીસીઆઈએ પૂજારાના સ્થાને રોહિત શર્માને બનાવ્યો ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન

4200થી વધુ ઓફિસો ધરાવતાં બુર્સમાં ટ્રેડિંગને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અંદાજે 1 થી 1.50 લાખ લોકોને રોજગારી મળવાની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝનો વેપાર 2 થી 2.5 લાખ કરોડનો થાય તેવો અંદાજ છે. આવનારા 3 માસમાં ઓફિસ ધારકોને ફર્નિચર સહિતની કામગીરી માટે ઓફિસનું એલોટમેન્ટ કરાશે.

પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાય. ઈલેક્ટ્રીસિટીની સમસ્યા ના થાય તે માટે બઝ બાર ટ્રેડ ગોઠવાયું છે. જે ગિફ્ટ સિટીની GERCની ઓફિસ બાદ રાજ્યમાં બીજું છે. હીરાની તિજોરીઓ ખસેડતાં ફ્લોરિંગને નુકશાન ના થાય તે માટે 16 એમએમની ટાઈલ્સની સાથે ડેસ્ટિનેશનલ કંટ્રોલ લિફ્ટ લગાવાઇ છે. 2600 કરોડના રૂપિયા ખર્ચે ખજોદ ખાતે આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના 11 માળના 9 ટાવર તૈયાર થઈ ચૂક્યા છે. 2021ના 8 માસમાં બાંધકામ પૂર્ણ થઈ જાય અને સપ્ટેમ્બર માસ સુધીમાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના છે.
Published by:Ashish Goyal
First published:January 02, 2021, 15:59 pm