દહેજ-ઘોઘા રો રો ફેરી અધવચ્ચે જ અટકી, મધદરિયે ફસાયું જહાજ

 • Share this:
  થોડા સમય પહેલા મુખ્યમંત્રીના હસ્તેથી શરૂ થયેલા રો રો ફેરીનું જહાજ મધદરિયે ફસાયું છે. કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા જહાજ મધદરિયે બંધ થઇ ગયું હતું. હાલ ટગ બોટ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

  અહીં ક્લિક કરી વાંચો ઘોઘા રો રો ફેરીના શિપની ખાસિયતો

  પ્રાથમિક વિગત પ્રમાણે દહેજ ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનું જહાજ ટેક્નિકલ ખામીને કારણે મધદરિયે ફસાયું છે. જહાજ ઘોઘાથી 3 નોટિકલ માઇલ મધદરિયે ફસાયું છે, જહાજમાં હાર 461 મુસાફરો સવાર છે, જો કે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ટગ બોટ મગાવી જહાજને ઘોઘા બંદરે લઇ જવાના પ્રયાસો શરૂ કરાયા છે.
  Published by:Sanjay Vaghela
  First published: