સુરત : સુરતના (Surat)વરાછા વિસ્તારમાં રહેતા અને વાલક પાટીયા નજીક રેસ્ટોરન્ટ ધરાવતા માલિકનું ઓવરબ્રિજથી નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. હવે સમગ્ર ઘટનાના સીસીટીવી ( CCTV)સામે આવ્યા છે.
સુરતના (Surat news)લંબે હનુમાન રોડ ઉપર મહાનગરપાલિકાની ઝોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વિજયભાઈ લાખણકિયા વાલક પાટિયા ખાતે રેસ્ટોરેન્ટ ધરાવે છે. ભરતભાઈ તારીખ 17 જાન્યુઆરીના રોજ પોતાની રેસ્ટોરેન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાયું હતું.
કસ્માતમાં (Accident)ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી
અકસ્માતમાં (Accident)ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ગુરુવારના રોજ ભરતભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતની ઘટનાના દસ દિવસ બાદ આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, ભરતભાઈ તારીખ 17 જાન્યુઆરીના રોજ પોતાની જી-રેસ્ટોરેન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાયું હતું.
બે વર્ષના બાળકનું અપહરણ, 72 કલાકમાં બાળકને શોધી કાઢ્યું
સુરતના (surat news) ડિંડોલી વિસ્તારમાં બે વર્ષના માસૂમ બાળકનું અપહરણ (child kidnapping) થયાની વિગતો સાથે આવતાની સાથે સુરતના ડિંડોલી પોલીસ (Dindoli police) હરકતમાં આવી હતી. સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળકો સાથે દુષ્કર્મની ઘટના વધી હોવાને લઇને પોલીસ સ્ટેશનમાં બાળકનો ફોટો વાયરલ કર્યો (child photo viral) હતો. જેના આધારે 72 કલાક બાળક મળી આવ્યો હતો બાળકનું અપહરણ કરનાર મહિલાની સુરત પોલીસે (surat police) ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર