Home /News /gujarat /

સુરત : પરપ્રાંતથી ઔદ્યોગિક એકમોમાં રોજગાર હેતુ આવતા તમામ શ્રમિકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત!

સુરત : પરપ્રાંતથી ઔદ્યોગિક એકમોમાં રોજગાર હેતુ આવતા તમામ શ્રમિકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત!

પ્રતિકાત્મક તસવીર

મનપા કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, તમામ પરપ્રાંતીય શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરાવવાનો મુખ્ય હેતુ

સુરત : પરપ્રાંતથી સુરત શહેરમાં ઔદ્યોગિક એકમોમાં કામગીરી માટે આવતાં પરપ્રાંતિય શ્રમિકો માટે ફક્ત કોરોના વાયરસના ટેસ્ટ હેતુ (કોન્ટ્રાક્ટ લેબર નિયમ અને નાબૂદી અધિનિયમ-1970) અને (કોન્ટ્રાક્ટબર લેબર ગુજરાત રૂલ્સ-1972)ની વિવિધ જાગવાઇ અન્વયે નાયબ શ્રમ કમિશનર પાસે નોધણી કરાવવાનું ફરજિયાત બનાવાયું છે. મનપા કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

પરપ્રાંતથી સુરત શહેરના ઔદ્યોગિક એકમોમાં કામગીરી માટે પરત આવેલાં પરપ્રાંતી તમામ શ્રમિકોનો કોરોના ટેસ્ટ થાય તે સુરત શહેર માટે ઇચ્છનીય છે. તંત્ર દ્વારા રેલવે સ્ટેશન અને રોડ માર્ગે આવતાં શ્રમિકોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આમ છતાં તંત્રને પૂરતી સફળતા મળવાનું શક્ય નથી. મનપા તંત્રએ જીઆઇડીસી અને લેબર વિભાગ સાથે મળીને પ્રત્યેક ઔદ્યોગિક યુનિટમાં પરપ્રાંતથી આવતા શ્રમિકોના કોરોના ટેસ્ટિંગ માટેનું પ્લેટફોર્મ ઊભું કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. પરંતુ હવે મનપા કમિશનરે સત્તાવાર જાહેરનામું બહાર પાડી શહેરના ઔદ્યોગિક એકમોમાં કામગીરી માટે આવતાં પરપ્રાંતી શ્રમિકોનું લેબર વિભાગ પાસે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. જેથી તમામ શ્રમિકોનું કોરોના ટેસ્ટિંગ થઇ શકે. ઉપરોક્ત જાહેરનામાના ભંગ બદલ આઇપીસી કલમ 188 અને એપેડેમિક ડિસિઝ એક્ટ-1897 હેઠળ કાયદેસરની અને દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - Dr. Reddy's Labએ શરૂ કરી કોરોના દવાની મફત હોમ ડિલિવરી, 42 શહેરોમાં મળશે સર્વિસ

ઉલ્લેખનીય છે કે આનાથી બે ફાયદા થશે. એક તો કોરોના સંક્રમણ અટકાવવામાં તેની મદદ મળશે અને બીજી બાજુ અત્યાર સુધી સુરતમાં કેટલા પરપ્રાંતિય મજુરો કામ કરે છે તેનો સાચો આંકડો હતો જ નહીં પરંતુ હવે તે આંકડો પણ શ્રમ વિભાગ પાસે અવેલબલ રહેશે જેથી આપદાના સમયે આંકડા પણ કામ આવે.
Published by:Ashish Goyal
First published:

Tags: Employment, Workers

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन