Home /News /gujarat /

વાપી : મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા બાળક ઘર છોડી ભાગી ગયો

વાપી : મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા બાળક ઘર છોડી ભાગી ગયો

ધોરણ 9 માં અભ્યાસ કરતા બાળકને લોકડાઉનમાં (Lockdown)ઓનલાઈન ક્લાસ (Online class)વખતે મોબાઈલની લત લાગી ગઈ હતી

Vapi news - મોબાઈલ પર ગેમ રમવાની આદત ધરાવતા બાળકોના માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો

    ભરતસિંહ વાઢેર, વાપી :  વાપીના (Vapi)ડુંગરાળ વિસ્તારમાં એક પરિવારના ધોરણ 9 માં અભ્યાસ કરતા બાળકને લોકડાઉનમાં (Lockdown)ઓનલાઈન ક્લાસ (Online class)વખતે મોબાઈલની લત લાગી ગઈ હતી. પરિવારના સભ્યોના મોબાઈલથી (Mobile)ઓનલાઈન ક્લાસ એટેન કરતી વખતે બાળકને વીડિયો ગેમની (Video game)લત લાગી ગઇ હતી. આથી ઓનલાઇન ક્લાસિસ બાદ મોટા ભાગનો સમય વીડિયો ગેમ રમવામાં વિતાવતો હતો. ઘર છોડીને ફરાર થયેલો પરિવારનો વ્હાલસોયો અઠવાડિયા બાદ ઘરે પરત ફર્યો છે. આથી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

    જોકે બાળકને આદત વધારે લાગતા પરિવારજનોએ તેને વીડિયો ગેમ રમવાની ના પાડી દેતાં હતા. આથી બાળક વારંવાર ગુસ્સે થઈ જતો હતો અને તેનું વર્તન બદલાઈ ગયું હતું. પરિવારજનોએ બાળકને વીડિયો ગેમ રમવાની ના પાડતા અચાનક એક દિવસ બાળક કબાટમાંથી હજાર રૂપિયા લઈને ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. ઘર છોડતા પહેલા તેને પરિવારના સભ્યોને સંબોધી અને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠી પરિવારજનોના હાથમાં આવતાં પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટયા હતા. કારણ કે બાળકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પરિવારના સભ્યો તેને મોબાઇલમાં ગેમ રમવાની ના પાડે છે અને રમવા નથી દેતા આથી તેને ખોટું લાગતા તે ઘર છોડીને જઇ રહ્યો છે અને ક્યારેય પરત નહીં ફરે તેવું પણ તેને ચિઠ્ઠીમાં લખ્યું હતું. આથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને બાળકની શોધખોળ કરી હતી.

    આ પણ વાંચો - સુરત : કાપોદ્રા વિસ્તારમાં માથા ભારે યુવાનની કરપીણ હત્યા, તિક્ષણ હથિયારના ઘા માર્યા

    આસપાસના વિસ્તારમાં કે વાપીમાં બાળકનો કોઇ ભાળ નહીં મળતાં આખરે પરિવારજનોએ પોલીસનો સહારો લીધો હતો. આખરે અઠવાડિયા બાદ રાજસ્થાનના રાની રેલવે સ્ટેશનથી પર એક રેલવે કર્મચારીએ બાળકની પૂછપરછ કરતાં રેલવે કર્મચારીને આ શંકા જતાં તેણે તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ પછી બાળક હેમખેમ પોતાના ઘરે પરત ફર્યું છે. પોતાનો વહાલસોયો ઘરે આવતા જ પરિવારમાં ખુશીનો માહોલ છે. જોકે આ પરિવાર પર વીતેલી અન્ય પરિવારો પર ન વીતે તે માટે જે બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની આદત છે કે વધુ સમય મોબાઇલમાં વિતાવે છે. તેવા બાળકોના વાલીઓને પોતાના બાળકની કાળજી લેવા વિનંતી પણ કરી રહ્યા છે.

    આ પણ વાંચો - વલસાડ : ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓ ચોરી કરી મોંઘીદાટ કારમાં ફરાર, ઘટના CCTVમાં કેદ

    ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક પોતે સ્વીકારી રહ્યો છે કે તેને લોકડાઉનમાં સ્કૂલો બંધ થવાથી ઓનલાઇન ક્લાસિસ એટેન્ડ કરતી વખતે જ તેને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની આદત પડી હતી. જો કોઈ તેને ગેમ રમતા રોકે તો વાતવાતમાં ગુસ્સે પણ થઈ જતો હતો. આથી પરિવારજનોએ ગેમ રમવા મોબાઈલ નહીં આપતા આખરે તે ઘરથી ફરાર થઇ ગયો હતો. પ્રથમ તે વાપી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અને તે રાજસ્થાન, યુપી જેવા રાજ્યોમાં પહોંચી ગયો હતો. મોટાભાગે તે ટિકિટ લીધા વિના જ ટ્રેનમાં લખનઉ સહિત યુપીના અનેક શહેરો સુધી ફર્યો હતો. જોકે આ દરમિયાન મુશ્કેલીઓ પડતા આખરે તેને અહેસાસ થયો અને તે બાળક આખરે વાપી ઘરે પહોંચી ગયો છે. હવે તેને ઘર, પરિવાર અને માતા પિતાનું મહત્વ સમજાયું હોવાનું પોતે જણાવી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lockdown, Vapi News, મોબાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन