Home /News /gujarat /સદીઓમાં એક જ સરદાર બની શકે, જે સદીઓ સુધી અલખ જગાવે: અમિત શાહ

સદીઓમાં એક જ સરદાર બની શકે, જે સદીઓ સુધી અલખ જગાવે: અમિત શાહ

અમિત શાહની ફાઇલ તસવીર

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, દેશમાં બલિદાન આપનાર લાખો વીર જવાનોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.

કેવડિયા: સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી ((Sardar Vallabhbhai Patel birth anniversary 2021) નિમિતે કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ચરણની પૂજા કરી હતી. ત્યારબાદ તેઓએ એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, 'સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે.'

'સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે'

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, દેશમાં બલિદાન આપનાર લાખો વીર જવાનોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કરોડો દેશવાસીઓને કહેવા માગુ છું કે, સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે. કેવડિયા આજે દેશ ભક્તિનું તીર્થસ્થાન બની ગયું છે.

' સરદાર પટેલે દેશને એક કરવાનું કામ કર્યું'

તેમણે વધુમાં જણાવ્યુ કે, ચાણક્ય પછી સરદાર પટેલે દેશને એક કરવાનું કામ કર્યું હતું, જેના કારણે આજે આપણો દેશ એક થઇને આગળ વધી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યુ કે, હરિવંશરાય બચ્ચનજીએ સરદાર સાહેબ માટે એક કવિતા લખી હતી - पटेल देश का निगहबान हैं, पटेल देश की निडर जबान हैं। તેથી આજે જ્યારે ભારત માતાનું અખંડ સ્વરૂપ જોવા મળી રહ્યું છે, તે માત્ર અને માત્ર સરદારજીના કર્મનું પરિણામ છે.

' 2014માં જ્યારે દેશ બદલાયો'

ગૃહમંત્રીએ કહ્યુ કે, 2014માં જ્યારે દેશ બદલાયો, મોદીજીના નેતૃત્વમાં સરકાર બની, ત્યારે 31 ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, વર્ષોથી સરદાર પટેલની આઝાદીની લડત દેશની યુવા પેઢીને પ્રેરણા આપતી રહી છે.

આ લિંકમાં સાંભળો ગૃહમંત્રી અમિત શાહનું સંપર્ણ સંબોધન.



'સરદાર પટેલના સ્વપનને સાકાર કરવાનો પ્રયાસ કરીએ'

અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ કે, પીએમ મોદીએ 7 વર્ષમાં વીજળી, શૌચાલય, ગેસ સિલિન્ડર, પાણી અને આરોગ્યલક્ષી કાર્યો કર્યાં હતા. દેશના 60 કરોડ લોકોને લાગે છે કે, હું પણ દેશના વિકાસમાં મારૂ યોગદાન આપી શકું છું. સરદાર વલ્લભભાઇ પટેલના બતાવેલા રસ્તે ચાલીને આપણે સરદાર પટેલના સ્વપનને સાકાર કરવાનો પ્રયાસ કરીએ.
First published:

Tags: Amit shah, Kevadia, Sardar Vallabhbhai Patel, Statue of unity, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો