સુરત : સુરતમાં (Surat Crime)ફરી દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરતના (Surat)સિંગણપોર વિસ્તારમાં રહેતી કિશોરીને તેના પ્રેમીએ પ્રેમમાં ફસાવી અનેક વખત તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે કિશોરીના પેટમાં દુખાવો થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબો દ્વારા કિશોરી ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ કરતાં જ પરિવારના પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. કિશોરીના પરિવારે કિશોરીના પ્રેમી વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે (Surat Police)આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
સુરતના સિંગણપોર વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પરિવાર સાથે રહે છે. આ કિશોરીને છેલ્લા દોઢ વર્ષથી તેના ઘર નજીક રહેતા આકાશ રાઠોડ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ યુવકે કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. છેલ્લા લાંબા સમયથી યુવક કિશોરી સાથે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધતો હતો. જોકે આ કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો જેને લઇને પરિવાર કિશોરીને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કિશોરીની સારવાર બાદ તબીબો પણ ચોંકી ઉઠયા હતા કારણ કે આ કિશોરીને પેટમાં દુખાવો ગર્ભવતી હોવાને લઈને થયો હતો એને લઈને પરિવારે તાત્કાલિક યુવતીના પરિવારને બોલાવી તે ગર્ભવતી હોવાની જાણકારી આપી હતી.
બીજી બાજુ તેની ઉંમર ઓછી હોવાને લઇને તબીબો દ્વારા તાત્કાલિક શહેર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને આ સમગ્ર મામલે કિશોરીના પરિવારની ફરિયાદ લઇ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી.
16 વર્ષની કિશોરી સાથે જે પ્રકારે આકાશ નામના યુવકે સંબંધ બાંધી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે. ગ્રીષ્મા વેકરીયાની (Grishma Vekaria)હત્યા (Murder)બાદ સુરત પોલીસ (Surat Police)એક્શન મોડમાં આવી હતી. હાલમાં રાત્રી અને દિવસ દરમિયાન સુરત પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા હતાં. દેશી તમંચા અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવતાં પોલીસે બન્નેને ઝડપી લઈને આ હથિયારો તેમને કોણે આપ્યા અને કોને આપવાના હતા તથા શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર