સુરત : સુરતના (Surat)સિંગણપુર વિસ્તારમાં રહેતી 12 વર્ષીય કિશોરીને પોતાના સગા ભાઇએ લગ્ન બાદ સાસરિયાઓને પૈસા ન આપી શકતા રિવાજ પ્રમાણે પોતાની બહેનને રાજસ્થાનના (Rajasthan)વાંસવાડા ખાતે સાસુ સસરાની સેવા કરવા મોકલી હતી. ત્યાં કાકાએ આ કિશોરી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર (Rape)કરી ગર્ભવતી (Pregnant)બનાવી હતી. કિશોરીના પેટમાં દુખાવો થતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital of Surat)લઈ જવામાં આવી ત્યાં સારવાર દરમિયાન સમગ્ર સમગ્ર બાબતે પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી
સુરતના સિંગર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના ભાઈના લગ્ન રાજસ્થાનના વાંસવાડા ખાતે થયા હતા. રાજસ્થાની પરિવારોમાં લગ્ન સમયે પુત્રવધૂના પરિવારને રૂપિયા આપવાની એક પ્રથા ચાલી આવી છે. સુરતનો યુવાન લગ્ન બાદ પૈસા આપવામાં લાંબા સમયથી આનાકાની કરતો હતો જેને લઇને તેના પરિવારે વરરાજા ગણાતા યુવકને તેની નાની બહેનને સેવા કરવા માટે રાજસ્થાન મોકલવા માટેની વાત કરી હતી. જેને લઇને આ પરિવારે પોતાની 12 વર્ષની કિશોરીને ભાઈની સાસરીમાં સાસુ સસરાની સેવા કરવા માટે મોકલી હતી. સાસુ સસરાની સેવા કર્યા બાદ પૈસા આપ્યા બાદ આ બાર વર્ષની કિશોરીને તેનો ભાઈ સુરત લાવ્યો હતો અને પોતાની સાથે રાખતો હતો.
બે દિવસ પહેલા આ કિશોરીના પેટમાં અચાનક દુખાવો થતાં પરિવાર કિશોરીને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યાં આ કિશોરી ચાર મહિનાની ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પરિવારે કિશોરીને પૂછતા ભાઈની સાસરીમાં સાસુ સસરાની સેવા કરવા પહોંચી હતી ત્યારે તેની સાથે અનૈતિક સંબંધ બાંધી તેને ગર્ભવતી બન્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જેને લઇને આ પરિવાર તાત્કાલિક સુરતના સિદ્ધપુર પોલીસ મથકે પહોંચી આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ માટે રાજસ્થાનના બાંસવાડા ખાતે આ ફરિયાદને ટ્રાન્સફર કરી છે. સુરતમાં 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ની ઘટના ને લઈને ચકચાર મચી જવા પામી હતી.
સુરત: માતાએ 18 દિવસની દીકરીને નદીમાં ફેંકી દીધી
શહેરના ઉન પાટીયા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ માત્ર 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધી હતી. જે બાદમાં પતિ અને પોલીસ સમક્ષ બાળકીના અપહરણનું જુઠાણું ચલાવ્યું હતું. જોકે, બનાવ બાદ તરત પાડોશીઓ કે પતિને જાણ નહીં કરનાર પરિણીતા પોલીસ પાસે પણ પાંચ કલાક બાદ પહોંચી હતી. જેના કારણે, પોલીસે શંકાના આધારે માતાની ઉલટતપાસ કરી હતી. જે બાદ તેણે આની કબૂલાત કરી હતી. આખરે બે દિવસ પછી આ બાળકીનો મૃતદેહ મળ્યો છે.