સુરત : અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરા પાસે 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી

સુરત : અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી સગીરા પાસે 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી
સગીરાના પરિવારે પોલીસ મથકે ફરિયાદ કરી છે

કુશ પટેલ અંગતપળોનો વીડીયોના આધારે સગીરાને કહેતો કે તારે હું કહું તેમ કરવું પડશે. તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણા બંનેનો વીડીયો વાયરલ કરી દઈશ

  • Share this:
સુરત : કતારગામ ડેરી ફળીયામાં રહેતા યુવકે તેની સગીર પ્રેમીકા પાસે તેની સાથેના અંગતપળોનો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી ઘરમાંથી રૂપિયા 2.80 લાખની ચોરી કરાવી પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

સુરતમાં સોશિયલ મીડિયામાં ઓળખાણ થયા બાદ એક યુવતીને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં ડેરી ફળિયામાં રહેતા કુશ પટેલ નામના યુવકે તેના જ વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. કુશે ઓગસ્ટ 2020 બાદ સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા અને તેના પોતાના મોબાઈલમાં વીડીયો પણ ઉતાર્યા હતા. આ પછી કુશ પટેલે અંગતપળોનો વીડીયોના આધારે સગીરાને કહેતો કે તારે હું કહું તેમ કરવું પડશે. તથા મને ગમે ત્યાંથી રૂપિયા આપવા પડશે નહી તો હું આપણા બંનેનો વીડીયો વાયરલ કરી દઈશ. આવી ધમકી આપી બ્લેકમેઈલ કરવાની શરુઆત કરી હતી.આ પણ વાંચો - સુરત : 17 વર્ષીય કિશોરી પર ડ્રાઈવરે દુષ્કર્મ ગુજાર્યું, સગીરા ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો

કુશ પાસે અંગતપળોનો વીડીયો હોવાથી સગીરા પણ ગભરાઈ ગઈ હતી અને કુશના કહેવા પર તેના ઘરમાંથી ટુકડે ટુકડે કરી રૂપિયા 2.50 લાખ અને તેના ભાઈના ઘરમાંથી મળી કુલ રૂપિયા 2.80 લાખની ઘરમાંથી ચોરી કરી હતી. સગીરા ચોરી કરતી હતી તે ઘટનાની જાણકારી પરિવારને થતા પરિવારે સગીરાને પૂછતાં તેની સાથે બનેલી બળાત્કારની ઘટના સાથે તેનો પ્રેમ તેની પાસે રૂપિયાની ચોરી કરાવતો હોવાની વાત કહી હતી. બનાવ અંગે સગીરાના પરિવારે પોલીસ મથકે ફરિયાદ કરી છે. કુશ પટેલ સામે બળાત્કાર સહિતના ગુના નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Ashish Goyal
First published:December 22, 2020, 19:11 pm

ટૉપ ન્યૂઝ