સુરત: ટ્રક ચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડ્યાં, 12નાં ઘટનાસ્થળે અને ત્રણનાં સારવાર દરમિયાન મોત

સુરત: ટ્રક ચાલકે ફૂટપાથ પર ઊંઘી રહેલા 18 લોકોને કચડ્યાં, 12નાં ઘટનાસ્થળે અને ત્રણનાં સારવાર દરમિયાન મોત
કાળમુખી ટ્રકે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા 18 લોકોને કચડી નાંખ્યા છે.

કાળમુખી ટ્રકે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા 18 લોકોને કચડી નાંખ્યા છે.

 • Share this:
  કેતન પટેલ, બારડોલી: સુરતના કીમ ચાર રસ્તા નજીક પાલોદ ગામની સીમમાં કીમ માંડવી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાળમુખી ટ્રકે શેરડીના ટ્રેક્ટર સાથે અકસ્માત બાદ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂટપાથ પર સુતેલા 18 લોકોને કચડી નાંખ્યા છે. જેમાંથી 13 લોકોના મોત નીપજ્યા હતા. અન્ય 6 લોકો ગંભીર ઇજાગ્રસ્ત હતા. તેમને સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વધુ બે લોકોના મોત થતા મૃતઆંક 15 થયો છે.

  શ્રમજીવીઓ ફૂટપાથ પર સૂતા હતા  સોમવારની રાતે કીમ માંડવી રોડ પર કીમ હકાર રસ્તા નજીક એક બેકાબુ બનેલી કાળમુખી ટ્રકે 13 લોકોનો ભોગ લીધો છે. રાત્રીના 12 વાગ્યાના સમયે આ ટ્રક કીમ ચાર રસ્તાથી માંડવી તરફ જઈ રહી હતી દરમ્યાન સામેથી આવી રહેલા શેરડી ભરેલા ટ્રેક્ટર સાથે અથડાય હતી અને ત્યારબાદ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની બાજુમાં ફૂટપાથ પર ટ્રક ચઢાવી દીધી હતી.

  કાળમુખા ટ્રકે બાળકી સહિત 13 લોકોનો ભોગ લીધો, રાત્રે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે

  ઘટના સ્થળે એક બાળકી સહિત 12 લોકોના મોત

  ટ્રક ફૂટપાથ પર ચઢાવી દેતા ફૂટપાથ પર નિદ્રાધીન 18 જેટલા શ્રમ જીવીઓને ટ્રક નીચે કચડી કાઢ્યા હતા. જેમાં એક બાળકી સહીત 12 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જયારે 6 જેટલા શ્રમજીવીગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા 108 વડે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનો જીવ ગયો હતો. એમ કુલ 13 લોકોના મોત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્તોમાંથી વધુ બે લોકોના મોત થતા મૃતઆંક 15 થયો છે.

  અમરેલી : સુરતના પરિવારની કાર પલટી જતા અકસ્માત, બે મહિલાનાં મોત, પાંચ ઇજાગ્રસ્ત

  ટ્રક ચાલક અને ક્લીનર પણ ગંભીર ઇજાગ્રસ્ત

  જયારે ટ્રક ચાલક અને ક્લીનરને પણ ગંભીર ઈજાઓ થતા તેઓને પણ સારવાર અર્થે સુરત ખસેડાયા હતા,ઘટનાંની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો, પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ માટે કોસંબા પી.એમ રૂમ ખાતે ખસેડ્યા હતા.  મૃત્યુ પામેલા લોકોની યાદી

  આ ગોઝારા અકસ્માતમાં શોભના રાકેશ,  દિલીપ ઠકરા, નરેશ બાલુ , વિકેશ મહીડા , મુકેશ મહીડા , લીલા મુકેશ , મનિષા , ચધા બાલ બે વર્ષની છોકરી ,
  એક વર્ષનો છોકરાના મોત નીપજ્યા છે.  તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડાના છેે

  બેકાબુ બનેલી કાળમુખી ટ્રક નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જીલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું છે.  આ તમામ લોકો દિવસ દરમ્યાન કડીયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે, ટ્રક આ શ્રમજીવીઓને કચડ્યા બાદ ફૂટપાથની બાજુમાં બનેલી ચારથી પાંચ દુકાનોનો પણ કચ્ચરઘાણ વળ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક 6 માસની બાળકી નો આબાદ બચાવ થયો હતો જયારે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:January 19, 2021, 06:38 am

  ટૉપ ન્યૂઝ