દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત, અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત, અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ
દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત, અડધાથી ત્રણ ઇંચ સુધી વરસાદ

ત્રીજી વખત ખાડી પૂર આવતા પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા

  • Share this:
સુરત : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત પડતા વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સુરત જિલ્લાના ઉમરપાડામાં ત્રણ ઈંચ સહિત બાકીના તાલુકામાં અડધાથી-અઢી ઈંચ વરસાદ પડ્યો છે. સુરતમાં આજે સવારે પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાછલા બે સપ્તાહથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોનું જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. અનેક તાલુકાઓના ગામડાઓ ,ખેતરો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો તમામ તાલુકાઓમાં અડધાથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ઉમરપાડા તાલુકામાં રવિવારે 10 ઈંચ પડ્યા બાદ ગઈકાલે વધુ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લામાં બારડોલીમાં 62 મીમી, ચોર્યાસી 33 મીમી, કામરેજ 28 મીમી, મહુવા 21 મીમી, માંડવી 56 મીમી, માંગરોળ 37 મીમી, ઓલપાડ 25 મીમી, પલસાણા, 41 મીમી, સુરત સિટી 20 મીમી અને ઉમરપાડામાં 74 મી.મી વરસાદ પડ્યો હતો.આ પણ વાંચો - સુરત : સચીન GIDCનાં તમામ 2250 પ્લોટ હોલ્ડર ઉદ્યોગકારોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ

ત્રીજી વખત ખાડી પૂર આવતા પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા

સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીમાં સતત વરસાદને લઈને ખાડીમાં પૂર આવ્યા હતા. બે અઠવાડિયામાં ત્રીજી વખત ખાડી પૂર આવતા તંત્ર સાથે લોકોની મુશ્કેલી વધી છે. આજે સવારે પણ લોકોને બોટ દ્વારા બહાર કાઠીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 12 ઓગસ્ટથી આવી જ પરિસ્થિતિમાં રહેવા મજબુર છે. છે. તાપી નદીના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશન વિસ્તારમાં સતત પડતા વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ઉપરવાસના ગેજ સ્ટેશનમાં કુલ 98.40 મી.મી વરસાદ નોંધાયો હતો અને ડેમમાં પાણીની આવક 91903 ક્યુસેક થઈ છે.

BRTS બસ બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા

સુરત છેલ્લા 24 કલાક પડેલા વરસાદને લઇને શહેરના મુખ્ય માર્ગ પર પાણી ફાડી વળતા BRTS રૂટમાં પાણી ભરાતા હતા. જેને લઈને એક બસ બંધ પડી જતા બસના મુસાફરોએ રાત્રીના સમયે ધક્કો મારવાની નોબત આવી હતી. મુસાફરો અને કંડક્ટરે નીચે ઉતરીને ધક્કો મારવાની ફરજ પડી હતી. ગોઠણ સુધી પાણીમાં બસને ચાલુ કરવા માટે ધક્કા મરાયા બાદ બસ શરૂ થઈ હતી.સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લેતા વાયરલ થઈ રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:August 25, 2020, 17:11 pm

ટૉપ ન્યૂઝ