Home /News /gujarat /સુરતમાં સંક્રમણે ચિંતા વધારી, રેલવે, એરપોર્ટ અને બસ સ્ટેશને 19 પોઝિટિવ કેસ મળ્યા

સુરતમાં સંક્રમણે ચિંતા વધારી, રેલવે, એરપોર્ટ અને બસ સ્ટેશને 19 પોઝિટિવ કેસ મળ્યા

પ્રતિકાત્મક તસવીર

શહેરમાં કોરોનાની મહામારીને લઈને શનિવારે મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા

સુરત : શહેરમાં બસ, રેલવે અને હવાઈ માર્ગ મારફતે આવનાર મુસાફરો પૈકી 19 જેટલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. શહેરમાં કોરોનાની મહામારીને લઈને શનિવારે મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી અડાજણ બસ સ્ટેન્ડ પરથી સૌથી વધારે 8 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલમાં સુરતમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને કાબુમાં લેવા મનપા દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

શહેરમાં કોરોના વાયરસની ગંભીર બીમારીને નિયંત્રિત કરવા માટે મનપા દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધે તેના ભયથી એક મહિના પહેલા જ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. શહેરમાં બહાર ગામથી આવતા લોકોનું કામરેજ અને ભાટિયા પાસે ફરજિયાત પણે કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું હતું. હાલ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ પર પણ રેપિડ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. હજુ તો ગુરૂવારે સરકારના ગાઈડલાઈનના પાલન સાથે એસટી બસ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - સુરત : ‘હું મારી મરજીથી મોતને ભેટું છે, આ પાછળ કોઈ જવાબદાર નથી’

શનિવારે સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી 6 પોઝિટિવ કેસ, સુરત એરપોર્ટ પરથી 2 પોઝિટિવ કેસ, રેલવે સ્ટેશન પરથી 3 પોઝિટિવ કેસ અને અડાજણ બસ સ્ટેન્ડ પરથી 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા 4 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધીમાં સુરત રેલવે સ્ટેશનથી 57,307 મુસાફરો શહેરમાં આવેલ છે.
" isDesktop="true" id="1015392" >

ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા હોટલ , ઉદ્યોગો સહિત તમામ જગ્યાએ કર્મચારીઓના ટેસ્ટ ફરજિયાત કરાવવાની સૂચના આપવામાં આવી છે. તેમજ રેન્ડમલી તેમના દ્વારા પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Positive Case, એરપોર્ટ, રેલવે, સુરત

विज्ञापन