સુરત : ગુજરાતમાં એક તરફ કોરોના સંક્રમણના (Gujarat Coronacases) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ લોકો અને રાજનેતાઓ મોટા મોટા કાર્યક્રમો કરીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવે છે. આવી જ એક તસવીર સુરતમાંથી (Surat) સામે આવી છે. સુરતના વરાછામાં એક લોકડાયરાનું (lokdayro) આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લોકોના ટોળેટોળા માસ્ક વગર ઉમટી પડ્યા હતા. લોકોએ સાથે મળીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેમ લોકો પોતાની મસ્તીમાં મસ્ત બનીને લોકડાયરાની મઝી માણી રહ્યા હતા.
નરેશ પટેલે પણ આપી હતી હાજરી
સુરતના વરાછા વિસ્તારમાં એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોને કોરોનાનો કોઇ ભય ન રહ્યો હોય તેમ ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપવા માટે ભેગા થયા હોય તેમ લાગી રહ્યું હતુ. મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું તો પાલન કર્યુ ન હતુ સાથે માસ્ક પણ પહેર્યા ન હતા. હાલ આ કાર્યક્રમનો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો - Omicronના ફફડાટ વચ્ચે CM પટેલે કર્યું સિવિલ હોસ્પિટલનું Surprise checking, જુઓ Video
સંક્રમણમાં થઇ રહ્યો છે વધારો
શહેરમાં લોકો અને રાજનેતાઓ લોકોના ટોળા ભેગા કરે છે તો બીજી બાજુ તંત્ર દ્વારા વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવામાં આવી છે.
વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેમાં 325 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. તો સવાલ એ થાય છે કે, આ મોટા મોટા કાર્યક્રમોમાં લોકોએ રસી લીધી છે કે નહીં તેની તપાસ થાય છે કે નહીં?
સુરતના વરાછા ખાતે લોકડાયરાનું આયોજન કરાયું . ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે આપી હાજરી..કોરોના ગાઈડલાઈનના ઉડ્યા ધજાગરા. pic.twitter.com/3M06JuEaBC
શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144305 થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક 2118 થયો છે. જ્યારે રવિવારે શહેરમાંથી 10 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 142054 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 133 નોંધાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર