સુરત રાજકારણમાં જોડાયા બાદથી હાર્દિક પટેલનો વિરોધ વધી રહ્યો છે. પાટીદારોની વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તો પૂતળા દહન દરમિયાન સમાજનો ગદ્દાર હોવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા અમદાવાદની સભામાં કાર્યકર્તા પર હુમલાને કારણે તેઓ નારાજ છે આથી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.