Home /News /gujarat /

સુરતઃ મોબલિન્ચિંગના વિરોધની રેલીમાં હિંસક અથડામણ, કલમ 144 લાગુ

સુરતઃ મોબલિન્ચિંગના વિરોધની રેલીમાં હિંસક અથડામણ, કલમ 144 લાગુ

ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું કે રેલીની મંજૂરી લેવામાં આવી ન હતી.

ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું કે રેલીની મંજૂરી લેવામાં આવી ન હતી.

    કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં મોબલિન્ચિંગના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે રેલીની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થયા બાદ અચાનક ઘર્ષણ શરૂ થઇ ગયું. વિરોધ કરી રહેલા ટોળાએ ઉગ્ર વિરોધ કરતાં પોલીસે હળવા લાઠીચાર્જની શરૂઆત કરી ત્યારબાદ ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની જરૂર પડી હતી. તો રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે જણાવ્યું કે વિરોધ રેલીની મંજૂરી લેવામાં આવી ન હતી, જેના કારણે રેલીને અટકાવવામાં આવી હતી. તો સ્થિતિની ધ્યાને રાખી તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

    સુરતમાં મોબલિન્ચિંગના વિરોધમાં કેટલાક લોકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  રેલી ચોકબજારથી થઇને ક્લેક્ટર ઓફિસ સુધી જવાની હતી , જો કે રેલી વિવેકાનંદ સર્કલ પાસે પહોંચી ત્યારે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી. જો કે આ દરમિયાન કેટલાક તોફાની શખ્સો ઉશ્કેરાય ગયા અને પલોસી પર જ પથ્થરમારો શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું હતું.

    તોફાન ટોળા દ્વારા એક બજારને બાનમાં લેવામાં આવી, જેમાં દૂકાનોમાં તોડફોડ અને રસ્તા પર જતી સિટિબસના કાટ તોડવામાં આવ્યા હતા. જો કે પોલીસે ટિયર ગેસના સેલ છોડી ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    સુરતની ઘટના મામલે ગૃહમંત્રાલય એલર્ટ પર હોવાનું ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને ઝડપથી મામલો થાળે પાડવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે હાજર છે અને ટોળા વિરુદ્ધ ગુનો નોંધવા આપી સૂચના પણ આપવામાં આવી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Mob lynching. Protest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन