સુરત : મોડે મોડે જાગીને સુરતની વરાછા પોલીસે (Varachha Police) વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં (prostitution business) પર રેડ કરી ચાર ગ્રાહકને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કૂટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાન માલિકની પણ ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલનાઓને 300 રૂપિયા આપતા હતા.
મહત્વની વાત એ છે કે, સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં સુરત શહેરમાં ઠેર ઠેર પાર્લરો ધમધમી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સુરતના સરથાણા, કાપોદ્રા, અમરોલી, મોટા વરાછા, વરાછા વિસ્તારમાં અસંખ્ય મસાજ પાર્લરની આડમાં કૂટનખાના ચાલી રહ્યા છે ત્યારે શા માટે સુરત પોલીસ નજર અંદાજ કરે છે તેવા અનેક સવાલો લોકો દ્વારા ઉઠવા પામ્યા છે. હાલ તો માત્ર એક સ્પામાં રેડ કરીને માત્ર ને માત્ર કાગળ પર કાર્યવાહી કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, એ પણ પોલીસ કંટ્રોલ રૂમ કોલ ગયો ત્યારે રેડ પાડવા માટે પોલીસ ગઈ હતી.
પોલીસ કંટ્રોલ રૂમના મેસેજના આધારે વરાછા પોલીસે ગતસાંજે મારૂતિચોક પાસે પ્લોટ નં.117ના પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી હતી. ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહકને ચાર લલના સાથે ઝડપી લીધા હતા.
પોલીસે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ત્રણ ગ્રાહકો ત્રણ લલના સાથે કંઢંગી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી રતીકાંત હરીક્રિષ્ના જૈના સાથે સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતી અને રતીકાંતની પણ ધરપકડ કરી હતી. સ્પા ચલાવવા માટે ભાડે આપનાર દુકાન માલિકની પણ ધરપકડ પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.17,450, રૂ.52 હજારની કિંમતના 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ મળી કુલ રૂ.67,450નો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર